Not Set/ રાજસ્થાનમાં કોંગ્રસની સરકારને નબળી કરવા MLA ને આપવામાં આવી રહી છે લાલચ : કોંગ્રેસ

  રાજસ્થાન વિધાનસભાનાં મુખ્ય વ્હીપ, મહેશ જોશીએ આરોપ લગાવ્યો છે કે, કર્ણાટક અને મધ્યપ્રદેશની તર્જ પર રાજસ્થાનની કોંગ્રેસ સરકારને અસ્થિર કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તેમણે આ સંદર્ભમાં રાજ્યનાં એન્ટી કરપ્શન બ્યુરોનાં વડાને પત્ર લખ્યો છે. પત્રમાં ભાજપનાં નામનો ઉલ્લેખ ન હોવા છતાં ઈશારો આ પાર્ટી તરફ જ છે. મહેશ જોશીનાં પત્રમાં કહેવામાં આવ્યું […]

India
 

રાજસ્થાન વિધાનસભાનાં મુખ્ય વ્હીપ, મહેશ જોશીએ આરોપ લગાવ્યો છે કે, કર્ણાટક અને મધ્યપ્રદેશની તર્જ પર રાજસ્થાનની કોંગ્રેસ સરકારને અસ્થિર કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તેમણે આ સંદર્ભમાં રાજ્યનાં એન્ટી કરપ્શન બ્યુરોનાં વડાને પત્ર લખ્યો છે. પત્રમાં ભાજપનાં નામનો ઉલ્લેખ ન હોવા છતાં ઈશારો આ પાર્ટી તરફ જ છે. મહેશ જોશીનાં પત્રમાં કહેવામાં આવ્યું છે કે, “અમારા ધારાસભ્યો અને તે અપક્ષો ઉમેદવારો જેમણે અમને સમર્થન આપ્યુ છે, તેમને પૈસાની શક્તિ સાથે લાલચ આપવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.”

ડાયરેક્ટર જનરલને લખેલ પત્રમાં લખ્યું છે કે, “મને ખૂબ જ વિશ્વાસપાત્ર સ્ત્રોતો દ્વારા ખબર પડી છે કે રાજસ્થાનમાં કર્ણાટક, મધ્યપ્રદેશ અને ગુજરાતની તર્જ પર, સરકારને સમર્થન આપતા અમારા ધારાસભ્યો અને અપક્ષ ધારાસભ્યોને લાલચ આપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, જેથી સરકારને અસ્થિર બનાવી શકાય. તેમને લાલચ આપીને રાજ્યની લોકતાંત્રિક રીતે ચૂંટાયેલી જનસેનામાં સંપૂર્ણ સમર્પિત સરકારને અસ્થિર બનાવવાનો ભયાવહ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. મહેશ જોશીનાં પત્રમાં કહેવામાં આવ્યું છે કે, ‘અમારા ધારાસભ્યો અને અમને ટેકો આપનારા અપક્ષ ઉમેદવારોને પૈસાની શક્તિથી લાલચ આપવામાં આવી રહી છે.

પત્ર અનુસાર, આ બધુ લોકશાહી પદ્ધતિથી ચૂંટાયેલી સરકારને અસ્થિર કરવા માટે કરવામાં આવી રહ્યું છે અને એન્ટી કરપ્શન બ્યુરોએ તેની તપાસ કરવી જોઈએ. આ દૂષિત પ્રયાસો ફક્ત લોકશાહી મૂલ્યોની વિરુદ્ધ અને જાહેર મહત્વાકાંક્ષા વિરુદ્ધ છે, ગેરકાયદેસર, અનૈતિક, નિંદાકારક અને કાયદામાં શિક્ષાત્મક પણ છે. એસીબીનાં ડાયરેક્ટર જનરલ આલોક ત્રિપાઠીએ મુખ્ય વ્હિપ મહેશ જોશીનાં પત્ર પ્રાપ્તિની પુષ્ટિ કરતાં કહ્યું કે ફરિયાદ અંગે યોગ્ય તપાસ કર્યા બાદ કાર્યવાહી કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.