Not Set/ કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત દેશોમાં 4 ક્રમે પહોંચ્યું ભારત, UK ને છોડ્યું પાછળ

  દેશમાં કોરોના ચેપનું પ્રમાણ સતત વધી રહ્યું છે. દેશમાં કોરોનાવાયરસનાં કેસ 3 લાખનો આંકડો પહોંચવાની ખૂબ જ નજીક આવી ગયો છે. જ્યારે અત્યાર સુધીમાં 7,400 થી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. દરમિયાન, કોરોનાથી સૌથી વધુ અસરગ્રસ્ત 10 દેશોની યાદીમાં ભારત હવે બ્રિટનને પાછળ છોડી ચોથા સ્થાને પહોંચી ગયું છે. ભારતમાં કોરોનાનાં 2,93,754 કેસ […]

India
 

દેશમાં કોરોના ચેપનું પ્રમાણ સતત વધી રહ્યું છે. દેશમાં કોરોનાવાયરસનાં કેસ 3 લાખનો આંકડો પહોંચવાની ખૂબ જ નજીક આવી ગયો છે. જ્યારે અત્યાર સુધીમાં 7,400 થી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. દરમિયાન, કોરોનાથી સૌથી વધુ અસરગ્રસ્ત 10 દેશોની યાદીમાં ભારત હવે બ્રિટનને પાછળ છોડી ચોથા સ્થાને પહોંચી ગયું છે.

ભારતમાં કોરોનાનાં 2,93,754 કેસ છે, જ્યારે ચોથા ક્રમે આવેલા યુકેમાં ચેપગ્રસ્ત લોકોની સંખ્યા 2,91,558 છે. ભારત હવે રશિયા, બ્રાઝિલ અને અમેરિકાથી પાછળ છે. અમેરિકામાં સૌથી વધુ 20 લાખ કેસ છે. વળી તે પછી બ્રાઝિલની સંખ્યા આવે છે જ્યાં ચેપગ્રસ્ત લોકોની સંખ્યા 7 લાખે પહોંચી ગઇ છે. રશિયા ત્રીજા સ્થાને છે, જ્યાં કોરોનાનો આંકડો હવે 5 લાખે પહોંચવા આવ્યો છે.

દરમિયાન, કેન્દ્ર સરકારે ગુરુવારે કહ્યું છે કે દેશમાં કમ્યુનિટી ટ્રાંન્સમિશન ચોક્કસપણે થઈ રહ્યું નથી. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર) નાં ડાયરેક્ટર જનરલ બલરામ ભાર્ગવે કહ્યું હતું કે, “ભારત WHO ની કમ્યુનિટી સ્પ્રેડની પરિભાષા પણ નથી. તેમણે કહ્યું હતું કે, ભારતમાં કોઈ કમ્યુનિટી ટ્રાંન્સમિશન થતું નથી. જો કે શબ્દ ‘કમ્યુનિટી સ્પ્રેડ‘ ને લઇને ઘણી ચર્ચા ચાલી રહી છે. આ અંગે આરોગ્ય મંત્રાલયની દૈનિક પ્રેસ કોન્ફરન્સમાં દાવો કરવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.