Not Set/ ઓવૈસીની રેલીમાં પાકિસ્તાન જીંદાબાદનાં નારા લગાડનાર અમૂલ્યાને મળ્યા જામીન

કર્ણાટકનાં બેંગલુરુની એક અદાલતે અમૂલ્યા લિયોનાને જામીન આપી દીધા છે. અમૂલ્યાએ ગયા વર્ષે 20 ફેબ્રુઆરીએ સીએએ-એનઆરસી વિરોધી રેલીમાં ‘પાકિસ્તાન જિંદાબાદ‘ નાં નારા લગાવ્યા હતા. આ અગાઉ બુધવારે અમૂલ્યાની જામીન અરજી નામંજૂર કરતાં 60 માં એડિશનલ મ્યુનિસિપલ સિવિલ અને સેશન્સ જજ વિધ્યાધર શિરાહટ્ટીએ કહ્યું હતું કે તપાસ પૂર્ણ થઇ નથી અને તપાસ અધિકારીએ હજી સુધી ચાર્જશીટ […]

India
3e7d1b3c5bfa0cc84c857eea0ed63272 ઓવૈસીની રેલીમાં પાકિસ્તાન જીંદાબાદનાં નારા લગાડનાર અમૂલ્યાને મળ્યા જામીન
3e7d1b3c5bfa0cc84c857eea0ed63272 ઓવૈસીની રેલીમાં પાકિસ્તાન જીંદાબાદનાં નારા લગાડનાર અમૂલ્યાને મળ્યા જામીન

કર્ણાટકનાં બેંગલુરુની એક અદાલતે અમૂલ્યા લિયોનાને જામીન આપી દીધા છે. અમૂલ્યાએ ગયા વર્ષે 20 ફેબ્રુઆરીએ સીએએ-એનઆરસી વિરોધી રેલીમાં પાકિસ્તાન જિંદાબાદનાં નારા લગાવ્યા હતા. આ અગાઉ બુધવારે અમૂલ્યાની જામીન અરજી નામંજૂર કરતાં 60 માં એડિશનલ મ્યુનિસિપલ સિવિલ અને સેશન્સ જજ વિધ્યાધર શિરાહટ્ટીએ કહ્યું હતું કે તપાસ પૂર્ણ થઇ નથી અને તપાસ અધિકારીએ હજી સુધી ચાર્જશીટ ફાઇલ કરી નથી.

ત્યારબાદ કોર્ટે કહ્યું હતું કે, જો અરજદારને જામીન પર મુક્ત કરવામાં આવે છે, તો તે ફરાર થઈ શકે છે, અથવા આવા ગુનામાં સામેલ થઈ શકે છે, જે શાંતિ વ્યવસ્થાને ખલેલ પહોંચાડે છે.20 ફેબ્રુઆરીએ હિન્દુ-મુસ્લિમ શીખ ઈશાઈ ફેડરેશન દ્વારા આયોજીત સીએએ, નેશનલ સિવિલ રજિસ્ટર (એનઆરસી) અને નેશનલ પોપ્યુલેશન રજિસ્ટર (એનપીઆર) સામે વિરોધ સભા દરમિયાન પાકિસ્તાનનાં સમર્થનમાં સૂત્રોચ્ચાર કર્યા હતા.

આ પ્રસંગે ઉપસ્થિત અખિલ ભારતીય મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન (એઆઈએમઆઈએમ) નાં વડા અને હૈદરાબાદથી પાર્ટીનાં સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ, અમુલ્યાને પાકિસ્તાનને સમર્થન આપતા સૂત્રને પુનરાવર્તન કરતા અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. આ નાટકીય ઘટનાને કારણે ઓવૈસી અને રેલીનાં આયોજકોને શરમનો સામનો કરવો પડ્યો હતો. આ ઘટના ત્યારે બની જ્યારે અમુલ્યાને સેવ અવર કોન્સ્ટિટ્યુશનનાં બેનર હેઠળ સીએએ વિરુદ્ધનાં સભાને સંબોધવા સ્ટેજ પર બોલાવવામાં આવી હતી. ત્યારબાદ કર્ણાટક પોલીસે ધરપકડ કર્યા બાદ અમૂલ્યાને મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરી હતી, જેમણે તેને રાજદ્રોહનાં આરોપસર 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.