Not Set/ જમ્મુકાશ્મીર/ કુલગામમાં સેનાનાં એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓ ઠાર

શનિવારે જમ્મુ-કાશ્મીરનાં કુલગામનાં નિપોરામાં સુરક્ષા દળોએ ત્રણ આતંકીઓને ઘેરી લીધા જ્યા એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. આ સિવાય પુલવામાનાં ગુલાબ બાગ ત્રાલ અને અનંતનાગનાં લલન વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. કાશ્મીર ઝોન પોલીસનાં જણાવ્યા અનુસાર, એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓ માર્યા ગયા છે. મળતી માહિતી મુજબ સુરક્ષા દળોને બાતમી મળી હતી કે નિપોરામાં […]

India
1506bf13c8a199d06129eb3212cb5072 જમ્મુકાશ્મીર/ કુલગામમાં સેનાનાં એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓ ઠાર
1506bf13c8a199d06129eb3212cb5072 જમ્મુકાશ્મીર/ કુલગામમાં સેનાનાં એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓ ઠાર

શનિવારે જમ્મુ-કાશ્મીરનાં કુલગામનાં નિપોરામાં સુરક્ષા દળોએ ત્રણ આતંકીઓને ઘેરી લીધા જ્યા એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. આ સિવાય પુલવામાનાં ગુલાબ બાગ ત્રાલ અને અનંતનાગનાં લલન વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે.

કાશ્મીર ઝોન પોલીસનાં જણાવ્યા અનુસાર, એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓ માર્યા ગયા છે. મળતી માહિતી મુજબ સુરક્ષા દળોને બાતમી મળી હતી કે નિપોરામાં ત્રણ આતંકવાદીઓ છુપાયા છે. સૈન્યએ સ્થાનિક પોલીસ અને સીઆરપીએફ સાથે મળીને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું અને આ વિસ્તારને ઘેરી લીધો હતો. પોતાને ઘેરાયેલા જોઈને આતંકીઓએ ફાયરિંગ શરૂ કરી દીધુ હતુ. સેના દ્વારા કાઉન્ટર ફાયરિંગ કરવામાં આવી રહ્યું છે. આપને જણાવી દઈએ કે, છેલ્લા એક અઠવાડિયામાં ખીણમાં ભારતીય સુરક્ષા દળો દ્વારા 14 આતંકવાદીઓ માર્યા ગયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.