Not Set/ #CoronaUpdateIndia/ દેશમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા 10 હજારથી વધુ કેસ, મોતનો આંક પહોંચ્યો…

સમગ્ર વિશ્વમાં કોરોનાનો કહેર છે ત્યારે ભારત પણ તેનાથી અલગ રહી શક્યુ નથી. અહી સતત કોરોનાનાં કેસમાં વધારો થઇ રહ્યો છે. મંગળવારે સવારે આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ, ભારતમાં આ વાયરસથી સંક્રમિતોની સંખ્યા વધીને 3,43,091 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 10,667 નવા કેસ નોંધાયા છે અને 380 લોકોનાં મોત નીપજ્યાં છે. દેશમાં […]

India

સમગ્ર વિશ્વમાં કોરોનાનો કહેર છે ત્યારે ભારત પણ તેનાથી અલગ રહી શક્યુ નથી. અહી સતત કોરોનાનાં કેસમાં વધારો થઇ રહ્યો છે. મંગળવારે સવારે આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ, ભારતમાં આ વાયરસથી સંક્રમિતોની સંખ્યા વધીને 3,43,091 થઈ ગઈ છે.

છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 10,667 નવા કેસ નોંધાયા છે અને 380 લોકોનાં મોત નીપજ્યાં છે. દેશમાં સતત મોટી સંખ્યામાં કોરોનાનાં કેસ નોંધાઇ રહ્યા છે. અત્યાર સુધીમાં 9,900 લોકોનાં મોત નીપજ્યાં છે, જોકે 1,80,013 દર્દીઓ આ રોગને હરાવવામાં સફળ રહ્યા છે. રિકવરી દરમાં થોડો વધારો થતાં, આ દર 52.46 ટકા પર પહોંચી ગયો છે. દેશનાં તમામ રાજ્યોમાંથી કોરોનાનાં દર્દીઓ સામે આવી રહ્યા છે.

વા ઘણા રાજ્યો છે, જે આ રોગચાળાથી મુક્ત થયા હતા, પરંતુ રાજ્યમાં સ્થળાંતર કરનારા લોકોનાં કારણે, તેઓ ફરીથી આ સંક્રમણમાં આવી ગયા. આ ગંભીર મુદ્દે વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે અને આવતીકાલે કેન્દ્ર શાસિત પ્રદેશોનાં મુખ્ય પ્રધાનો અને સંચાલકો સાથે ચર્ચા કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.