Not Set/ તમિલનાડુમાં પોલીસ કસ્ટડીમાં પિતા-પુત્રની મોત પર આક્રોશ, રાજનીતિ ગરમાઈ

તમિળનાડુનાં તુતીકોરિનમાં પોલીસ કસ્ટડીમાં પિતા અને પુત્રનાં મોતની ઘટના બાદ પોલીસ પર ત્રાસ ગુજારવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. આ કેસમાં રાજકારણ ગરમાયા પછી કાયદામાં સુધારાની માંગ ઉભી થવા લાગી છે. આ ઘટના અંગે વિપક્ષી પાર્ટી ડીએમકેએ એઆઈએડીએમકે સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. આ મામલે ડીએમકેનું કહેવું છે કે, સરકારે આ ઘટનામાં પોલીસને કાયદો […]

Uncategorized
d79c2e9359a2933a635efb799efff4ef તમિલનાડુમાં પોલીસ કસ્ટડીમાં પિતા-પુત્રની મોત પર આક્રોશ, રાજનીતિ ગરમાઈ
d79c2e9359a2933a635efb799efff4ef તમિલનાડુમાં પોલીસ કસ્ટડીમાં પિતા-પુત્રની મોત પર આક્રોશ, રાજનીતિ ગરમાઈ

તમિળનાડુનાં તુતીકોરિનમાં પોલીસ કસ્ટડીમાં પિતા અને પુત્રનાં મોતની ઘટના બાદ પોલીસ પર ત્રાસ ગુજારવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. આ કેસમાં રાજકારણ ગરમાયા પછી કાયદામાં સુધારાની માંગ ઉભી થવા લાગી છે.

આ ઘટના અંગે વિપક્ષી પાર્ટી ડીએમકેએ એઆઈએડીએમકે સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. આ મામલે ડીએમકેનું કહેવું છે કે, સરકારે આ ઘટનામાં પોલીસને કાયદો હાથમાં લેવાની મંજૂરી કેવી આપી? ઉપરાંત મૃતકનાં પરિવારને 25 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. ડીએમકે પ્રમુખ એમ.કે. સ્ટાલિને કહ્યું કે, “પોલીસ દ્વારા કથિત બે લોકોને ત્રાસ આપવામાં આવ્યો છે જે રાજ્ય સરકાર દ્વારા પોલીસને પોતાના હાથમાં કાયદો લેવાનું પરિણામ છે.”

આપને જણાવી દઇએ કે, મોબાઇલ શોપ ખુલ્લી રાખવા બદલ પોલીસે પિતા અને તેના પુત્રની ધરપકડ કરી હતી. નિયત સમય બાદ પણ દુકાન ખુલ્લી રાખવા બદલ બંનેની ધરપકડ કરવામાં આવી હતી. બાદમાં બંનેનું મોત હોસ્પિટલમાં થયું હતું. પરિવારનાં સભ્યોએ આરોપ લગાવ્યો છે કે પોલીસે પોલીસ કસ્ટડીમાં પિતા-પુત્રને ભારે માર માર્યો હતો. પરિવારનાં સભ્યોનો આરોપ છે કે પોલીસે માર મારતા અને હિંસાનાં નિશાન મૃતકોનાં શરીર ઉપર હતા. મૃતકનાં પરિવારજનો ઈચ્છે છે કે આરોપી પોલીસકર્મીઓ સામે હત્યાનો કેસ નોંધવામાં આવે.

વિરોધના પગલે આજે તુતીકોરિનની દુકાનો બંધ કરાઈ હતી. આ કેસમાં ચાર પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. મુખ્ય પ્રધાન ઇ.કે. પલાનીસ્વામીએ આ ઘટના અંગે દુ:ખ વ્યક્ત કર્યું છે પરંતુ ત્રાસ આપવાની બાબતે મુખ્યમંત્રી ચૂપ થઈ ગયા છે મુખ્યમંત્રીએ કહ્યું છે કે પીડિત પરિવારને 10 લાખ રૂપિયા અને નોકરી અપાશે. વિપક્ષી નેતા એમ કે સ્ટાલિને એસેમ્બલીમાં કહ્યું હતું કે આ બરબરતા માટે જવાબદાર લોકોને સખત સજા થવાની જરૂર છે અને તેમા તેમનો પક્ષ કાનૂની સહાય પૂરી પાડશે. સાંસદ કનિમોઝીએ આ કેસમાં રાષ્ટ્રીય માનવ અધિકાર પંચને પત્ર લખ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.