Not Set/ આર્થિક મંદીની વાતો વચ્ચે IIT દિલ્હીએ તોડ્યા પ્લેસમેન્ટનાં તમામ રેકોર્ડ

એક તરફ કોરોના એટલે કે કોવિડ -19 થી પરિસ્થિતિ ઉભી થયા પછી દેશનું અર્થતંત્ર ડામાડોળ હોવાનું કહેવામા આવી રહ્યું છે અને બસ આવી જ વાતો વચ્ચે પણ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી દિલ્હીએ પ્લેસમેન્ટના તેના અગાઉના તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા. સત્ર 2019 – 20 માં, પાછલા વર્ષ કરતા 4% વધુ પ્લેસમેન્ટ થયું હોવાની વિગતો સામે આવી રહી  છે.  […]

Uncategorized

એક તરફ કોરોના એટલે કે કોવિડ -19 થી પરિસ્થિતિ ઉભી થયા પછી દેશનું અર્થતંત્ર ડામાડોળ હોવાનું કહેવામા આવી રહ્યું છે અને બસ આવી જ વાતો વચ્ચે પણ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી દિલ્હીએ પ્લેસમેન્ટના તેના અગાઉના તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા. સત્ર 2019 – 20 માં, પાછલા વર્ષ કરતા 4% વધુ પ્લેસમેન્ટ થયું હોવાની વિગતો સામે આવી રહી  છે. 

આર્થિક મંદીના કારણે ઘણી કંપનીઓએ તેમની ઓફર પાછી ખેંચી લીધી હતી, તે પછી પણ કંપનીઓએ સંસ્થાના વિદ્યાર્થીઓ પર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને તેમને નોકરીની ઓફર કરી હતી. સંસ્થાના અધિકારીઓના જણાવ્યા અનુસાર રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના 11 સોથી વધુ વિદ્યાર્થીઓએ નોકરીની ઓફર કરી હતી.  

આઈઆઈટી દિલ્હીના પ્લસમેન્ટ હેડ પ્રો.એસ. ધર્મરાજે જણાવ્યું હતું કે, સંસ્થાએ નોકરીના પ્લેસમેન્ટના અગાઉના તમામ વર્ષોના રેકોર્ડ તોડ્યા છે. આ વર્ષે, જોવા મળ્યું હતું કે પ્લેસમેન્ટ ઓફરની સંખ્યામાં 4 ટકાનો વધારો થયો છે. સંસ્થાની પ્લેસમેન્ટ સેવાઓનો લાભ મેળવનારા સ્નાતક અને અનુસ્નાતક વિદ્યાર્થીઓમાંથી લગભગ 85.6 ટકા પ્લેસ કરવામાં આવ્યા છે.  બાકીના વિદ્યાર્થીઓએ ઉચ્ચ વિકલ્પો, સંશોધન, સિવિલ સર્વિસ પરીક્ષાઓ, સ્ટાર્ટ-અપ્સ જેવા અન્ય વિકલ્પોની શોધ કરી અથવા તેમના પોતાના સંપર્કો અને પ્રયત્નો દ્વારા નોકરી મેળવી. 

કોર સેક્ટરમાં મહત્તમ 31 ટકા નોકરીઓ
આઈટી સેક્ટરમાં 23 ટકા, 
અન્ય સેક્ટરમાં 14 ટકા, 
9 ટકા કન્સલ્ટિંગ,
7 ટકા મેનેજમેન્ટ,
3 ટકા એનાલિટિક્સ, 
3 ટકા ફાઇનાન્સની ઓફર કરવામાં આવી હતી. 

આઈઆઈટી દિલ્હી ખાતે 430 થી વધુ સંગઠનોએ શૈક્ષણિક વર્ષ 2019-2020માં 600 થી વધુ વિદ્યાર્થીઓને નોકરીઓ આપી હતી. કોવિડ -19 થી ઉભી થયેલી પરિસ્થિતિને કારણે 100 જેટલા વિદ્યાર્થીઓને પ્લેસમેન્ટના બીજા તબક્કામાં નોકરીઓ આપવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews