ચીન માટે હંમેશા એક વાત વિશ્વ પ્રસિદ્ધ છે કે, ચીનનાં હંમેશા દેખાડવાનાં અને ચાવવાનાં દાંત જૂદા જ હોય છે. વિશ્વ સમક્ષ ડાહી ડાહી વાતો અને વેલ બીહેવ કરતું ચીન પોતાની શિકારી બીલાડી જેવી ચાલો માટે દુનિયાભરમાં અળખામણું છે. આ વાતને પુષ્ટી કે સાબિતીની બીલકુલ જરુર નથી, પરંતુ ચીન આ વાતને વારંવાર સાબિત કરતુ આવ્યુ છે અને હાલમાં પણ ચીન દ્વારા આ વાતને સાબિત કરવામાં આવી છે. જી હા, ચીન ભારતને ઘેરવા આતંકવાદીઓના શરણે ગયુ હોવની વાત સામે આવી રહી છે.
પોતાની જાતને મહાસત્તા તરીકે ગણવતું ચીન, ભારતને એકલા હાથે હરાવી શકે તેવી તાકાતમાં નથી અને માટે જ ચીન પોતાનાં નામુરાદ મિત્ર પાકિસ્તાન સાથે મળી ભારતને ઘેરવાની ચાલ ખેલી રહ્યુ હોવાની વિગતો સામે આવી રહી છે. LAC મામલે વાટાઘાટો વચ્ચે ચીનની અવળચંડાઇ યથાવત્ જોવામાં આવી રહી છે અનેચીને લદ્દાખ બોર્ડર પર 20 હજાર સૈનિક ખડક્યા હોવાની વાતને સરકાર દ્વારા પુષ્ટી મળી રહી છે. સાથે સાથે ખંધા ચીના પ્રભાવમા આવી પાકિસ્તાને પણ સરહદ પર 20 હજાર જેટલા સૈનિક ગોઠવ્યા હોવાનુ આધારભૂત વર્તુળોનાં માધ્યમથી સામે આવી રહ્યું છે.
આટલુ ઓછુ હોય, ચીન ભારતને હરાવવા હલકટાઇની હદ પણ વટાવી રહ્યુ છે અને આતંકી સંગઠનો સાથે પણ ચીનની વાટાઘાટો શરુ થઇ હોવાની વિગતો સામે આવી રહી છે. પાકિસ્તાન હોય અને આતંકવાદ ન હોય તેવુ બને કદી. બસ આજ તર્જ પર ચીન દ્વારા પાકિસ્તાન – ચીન “ટૂ ફ્રન્ટ વોર” ની તૈયારીમાં કરવામાં આવી રહી છે. અને પાકિસ્તાનનાં ખંભે બંધૂક ફોડતા ચીને ભારતને ભીડવવા માટે આતંકીઓનાં શરણે જવામાં પણ શરમ નથી અનુભવી.
જો કે, યુદ્ધની સ્થિતિને પહોંચી વળવા ભારત પણ તૈયાર છે અને ભારતે પણ બોર્ડર પર સૈન્ય સંખ્ય, ટેન્કો અને હથિયારોમાં વધારો કર્યો છે. ભારતે 48 કલાકમાં સરહદો પર વધુ મદદ મળે તેવી તૈયારી પણ શરૂ કરી દીધી છે. આજ કારણે આવતી કાલે ડિફેન્સ મિનિસ્ટર રાજનાથસિંહ પણ બોર્ડરની મુલાકાત લેશે. જો યુદ્ધની સ્થિતિ સર્જાઇ તો ભારત પણ ચીન સહિત પાકિસ્તાન અને પાકિસ્તાનનાં મળતીયા આતંકીઓને ભરી પીવાનાં પાકા મુડ અને મોડમાં જોવામાં આવી રહ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….
