Not Set/ Coronavirus/ રશિયાને પાછળ છોડી વિશ્વનો ત્રીજો સૌથી સંક્રમિત દેશ બન્યો ભારત

કોરોના વાયરસથી સૌથી વધુ અસરગ્રસ્ત દેશોની યાદીમાં ભારતે હવે રશિયાને પાછળ છોડી દીધુ છે. રવિવારની સાંજ સુધીમાં કેટલાક રાજ્યોનાં આંકડા આવતાની સાથે જ ભારતે રશિયાને પાછળ છોડી દીધું હતું. ભારતમાં મોડી સાંજે કેટલાક રાજ્યોનાં ડેટા મળ્યા બાદ ચેપગ્રસ્ત લોકોની સંખ્યા 6 લાખ 90 હજારને પાર કરી ગઈ છે અને અત્યાર સુધીમાં 19,200 થી વધુ લોકોનાં […]

India
d03c5c2ebae80b482709041dfedee90b Coronavirus/ રશિયાને પાછળ છોડી વિશ્વનો ત્રીજો સૌથી સંક્રમિત દેશ બન્યો ભારત
d03c5c2ebae80b482709041dfedee90b Coronavirus/ રશિયાને પાછળ છોડી વિશ્વનો ત્રીજો સૌથી સંક્રમિત દેશ બન્યો ભારત

કોરોના વાયરસથી સૌથી વધુ અસરગ્રસ્ત દેશોની યાદીમાં ભારતે હવે રશિયાને પાછળ છોડી દીધુ છે. રવિવારની સાંજ સુધીમાં કેટલાક રાજ્યોનાં આંકડા આવતાની સાથે જ ભારતે રશિયાને પાછળ છોડી દીધું હતું. ભારતમાં મોડી સાંજે કેટલાક રાજ્યોનાં ડેટા મળ્યા બાદ ચેપગ્રસ્ત લોકોની સંખ્યા 6 લાખ 90 હજારને પાર કરી ગઈ છે અને અત્યાર સુધીમાં 19,200 થી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે. રશિયામાં અત્યાર સુધીમાં કોરોનાનાં 6,81,215 કેસ નોંધાયા છે.

આપને જણાવી દઈએ કે, ભારતમાં સતત બીજા દિવસે કોરોના વાયરસનાં રેકોર્ડ કેસ નોંધાયા છે. આરોગ્ય મંત્રાલય દ્વારા દરરોજ સવારે જારી કરવામાં આવેલા આંકડા મુજબ, દેશમાં છેલ્લા 24 કલાકમાં 24,850 નવા કેસ નોંધાયા હતા અને આ સમયગાળા દરમિયાન 613 લોકોનાં મોત નીપજ્યાં હતા. આ એક જ દિવસમાં સૌથી વધુ નોંધાયેલા આંકડા છે. આપને જણાવી દઈએ કે, મૃત્યુઆંકની બાબતમાં ભારત આઠમાં ક્રમે છે. કોરોનાથી સૌથી વધુ અસરગ્રસ્ત દેશોની યાદીમાં ભારત હવે ફક્ત અમેરિકા અને બ્રાઝિલથી પાછળ છે. અમેરિકામાં કોરોનાનાં 28 લાખ 39 હજારથી વધુ કેસ છે, જ્યારે બ્રાઝિલમાં આ આંકડો 15 લાખ 77 હજાર છે.

રશિયામાં મે મહિનામાં સૌથી વધુ સંક્રમણનાં કેસ નોંધાયા હતા. આ મહિને મહત્તમ 2,91,412 કેસની પુષ્ટિ થઈ છે. 11 મે નાં રોજ અહીં સૌથી વધુ 11 હજાર 656 કેસ મળી આવ્યા હતા. આજે લગભગ સમગ્ર વિશ્વ કોરોના વાયરસ રોગચાળોની ઝપટમાં આવી ગયું છે. નવીનતમ માહિતી અનુસાર, વિશ્વમાં કોવિડ-19 ચેપનાં 1,13,81,438 કેસ નોંધાયા છે. વળી 5,33,473 લોકો આ ચેપને કારણે મૃત્યુ પામ્યા છે. જો કે, કોરોનાથી રિકવર થયેલા લોકોની સંખ્યા પણ 64,39,803 પર પહોંચી ગઈ છે. હાલમાં સક્રિય કેસની સંખ્યા 44,11,632 છે. જો કે, સકારાત્મક બાબત એ છે કે લગભગ 99 ટકા કેસો હળવા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.