Not Set/ #CAA Protest/ જામિયામાં દેખાવો દરમિયાન ફાયરિંગ, એક વિદ્યાર્થી ઘાયલ

દિલ્હીનાં જામિયા વિસ્તારમાં નાગરિકતા સુધારણા કાયદાના વિરોધમાં ચાલી રહેલા વિરોધ દરમિયાન એક વ્યક્તિ બંદૂક લહેરાવતો રસ્તા પર જોવા મળ્યો હતો. પોલીસની સામે યુવક નિર્ભયતાથી બંદૂક બતાવતો રહ્યો. આપને જણાવી દઇએ કે, ઘટના સમયે મોટી સંખ્યામાં પોલીસ અને મીડિયાની સ્થળ પર હાજરી હતી અને છતા પણ બેધડક પણે બંદૂક સાથે યુવક રસ્તા પર ચાલી આવ્યો હતો. […]

Top Stories India

દિલ્હીનાં જામિયા વિસ્તારમાં નાગરિકતા સુધારણા કાયદાના વિરોધમાં ચાલી રહેલા વિરોધ દરમિયાન એક વ્યક્તિ બંદૂક લહેરાવતો રસ્તા પર જોવા મળ્યો હતો. પોલીસની સામે યુવક નિર્ભયતાથી બંદૂક બતાવતો રહ્યો. આપને જણાવી દઇએ કે, ઘટના સમયે મોટી સંખ્યામાં પોલીસ અને મીડિયાની સ્થળ પર હાજરી હતી અને છતા પણ બેધડક પણે બંદૂક સાથે યુવક રસ્તા પર ચાલી આવ્યો હતો.

કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે અને પોલીસની મોટી સંખ્યામાં હોજરી હોવા છતા, બંદૂક સાથે પહોંચેલા વ્યાક્તિએ ત્યાં જ ગોળીબાર કર્યો હતો, જેમાં એક વિદ્યાર્થી ઘાયલ થયો હતો. જોકે, એવો દાવો કરવામાં આવે છે કે, વિદ્યાર્થીને યુવક દ્વારા નહીં પરંતુ પોલીસ દ્વારા કરવામાં આવેલી ગોળીબારમાં ઇજા થઇ છે. વિદ્યાર્થીને હોલી ફેમિલી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. હાલ પોલીસે ફાયરીંગ કરનાર યુવકની ધરપકડ કરી છે.

આપને જણાવી દઇએ કે, CAAનાં વિરોધમાંજામિયા મીલીયા ઇસ્લામીયા યુનિવર્સિટીથી રાજઘાટ સુધીની કૂચ દરમિયાન આ ઘટના બની હતી. આશ્ચર્યજનક વાત છે કે, આટલી કડક સુરક્ષા હેઠળ યુવક બંદૂક લઈને ત્યાં પહોંચ્યો હતો. ત્યાં હાજર લોકોનું કહેવું છે કે, આ દરમિયાન આરોપી યુવક ભારત માતા કી જય, દિલ્હી પોલીસ ઝિંદાબાદ અને વંદેમાતરમના નારા લગાવી રહ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.