બિહારમાં નવી સરકાર બન્યા બાદ હવે મંગળવારે મંત્રીમંડળનું વિસ્તરણ થશે. નીતિશ-તેજસ્વી સરકારના મંત્રીમંડળમાં કોને સ્થાન મળશે તેની સંભવિત યાદી પણ સામે આવી છે. બિહાર સરકારમાં કુલ 31 મંત્રીઓ હશે. ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવના ભાઈ તેજ પ્રતાપ યાદવ પણ કેબિનેટમાં હશે.
કેબિનેટમાં ભાગીદારીની વાત કરીએ તો RJD ‘મોટા ભાઈ’ની ભૂમિકામાં જોવા મળે છે. તેમની પાસે 15 મંત્રીઓ હશે. જયારે સીએમ નીતિશ કુમારની પાર્ટી જેડીયુના 10 ધારાસભ્યોને મંત્રી બનાવવામાં આવી શકે છે.
બિહારમાં મહાગઠબંધનની નવી સરકારમાં કુલ સાત પક્ષ સામેલ છે. જેડીયુ ઉપરાંત આરજેડી, કોંગ્રેસ અને જીતન રામ માંઝીની પાર્ટી હિન્દુસ્તાન અવમ મોરચા (એચએએમ)ને કેબિનેટમાં સામેલ કરવામાં આવશે. અપક્ષ ધારાસભ્યને પણ મંત્રીપદ મળી શકે છે.
નીતિશ સરકારમાં મંત્રી પદ કોને મળી શકે છે
જેડીયુ
1. બિજેન્દ્ર યાદવ
2. વિજય ચૌધરી
3. શ્રવણ કુમાર
4. અશોક ચૌધરી
5.મદન સાહની
6. દામોદર રૂટ
7. સંજય ઝા
8. જામા ખાન
9. સુમિત કુમાર સિંહ
10. લેસી સિંઘ
RJD
1. તેજ પ્રતાપ યાદવ
2. સુરેન્દ્ર યાદવ
3. ચંદ્રશેખર
4. શશિ ભૂષણ સિંહ
5. કાર્તિક સિંહ
6. કુમાર સરબજીત
7. ભૂદેવ ચૌધરી
8. અખ્તારુલ ઈસ્લામ શાહીન
9. શાહનવાઝ
10. સમીર મહાસેઠ
11. અનિતા દેવી
12. આલોક મહેતા
13. રાહુલ તિવારી
14. સુધાકર સિંહ
15. અનિલ સાહની
કોંગ્રેસ
1. શકીલ અહેમદ
2. રાજેશ કુમાર
કોંગ્રેસના કોટામાંથી અફાક આલમ અને મુરારી ગૌતમને મંત્રી બનાવવાની પણ ચર્ચા છે.
HAM
1. સંતોષ માંઝી
બિહારમાં આવતીકાલે સવારે 11.30 વાગ્યે મંત્રીમંડળનું વિસ્તરણ થવાનું છે. નીતિશ કુમાર અને તેજસ્વી યાદવ સીએમ અને ડેપ્યુટી સીએમ તરીકે શપથ લઈ ચૂક્યા છે. નીતિશ કુમાર આઠમી વખત બિહારના મુખ્યમંત્રી બન્યા અને તેજસ્વી યાદવ બીજી વખત રાજ્યના ડેપ્યુટી સીએમ બન્યા. નીતિશ કુમારે 24 ઓગસ્ટે વિધાનસભામાં બહુમત સાબિત કરવાનો છે.
મહાગઠબંધનમાં નાના-મોટા મળીને કુલ સાત પક્ષ સામેલ છે. તે જ સમયે, નીતિશ કુમારે ગયા અઠવાડિયે જ રાજ્યપાલને સાત પક્ષોના 164 ધારાસભ્યોના સમર્થન સાથે એક પત્ર સોંપ્યો હતો.
બિહારમાં નીતિશ કુમારે બીજેપી સાથેનું ગઠબંધન તોડીને તેજસ્વી યાદવ સાથે સરકાર બનાવી. આ નિર્ણય લેતા નીતીશ કુમારે આરોપ લગાવ્યો હતો કે ભાજપે રાજ્યમાં જેડીયુને નબળો પાડવાનો પ્રયાસ કર્યો છે.
