Gujarat election 2022/ મહેમદાવાદ બેઠક પર કેબિનેટ મંત્રી અર્જુનસિંહ ચૌહાણને રિપીટ કરાયા, ભાજપે આપી ફરીવાર ટિકિટ

રાજ્યના કેબિનેટ મંત્રી અર્જુનસિંહ ચૈાહાણની મહેમદાવાદ બેઠક પર ઉમેદવારના નામની જાહેરાત થઇ ન હતી પરતું ભાજપે ફરીવાર તેમના પર વિશ્વાસ મૂકીને મહેમદાવાદ બેઠક પર રિપીટ કર્યા છે. 

Top Stories Gujarat Gujarat Assembly Election 2022
  • અર્જુનસિંહ ચૌહાણ ને પણ ફોન માધ્યમથી જણાવાયુ
  • મેહમદાવાદ બેઠકની અસમંજસ પર પુર્ણવિરામ
  • અર્જુનસિંહ ચૌહાણ ભાજપના ઉમેદવાર

ભાજપે પ્રેસ કોન્ફરન્સ કરીને  10 નવેમ્બરની સવારે  160 ઉમેદવારની યાદી જાહેર કરી હતી. ભાજપે પહેલી વખત આટલી મોટી સંખ્યામાં ઉમેદવારોનાં નામની જાહેરાત એકસાથે કરી દીધી હતી.રાજ્યના કેબિનેટ મંત્રી અર્જુનસિંહ ચૈાહાણની મહેમદાવાદ બેઠક પર ઉમેદવારના નામની જાહેરાત થઇ ન હતી પરતું ભાજપે ફરીવાર તેમના પર વિશ્વાસ મૂકીને મહેમદાવાદ બેઠક પર રિપીટ કર્યા છે.ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણને ફોન દ્વારા માહિતી આપવામાં આવી હતી .

ઉલ્લેખનીય છે કે અર્જુનસિંહ ચૈાહાણની બેઠક પર અસમંજસ જેવી પરિસ્થિતિ ઉદભવી હતી પરતું ભાજપ હાઇકમાન્ડે આ પરિસ્થિતિ પર પૂર્ણવિરામ મૂકી દીધો છે. ખેડા જિલ્લાની બેઠક પર ભાજપ ઉમેદવાર નક્કી થઇ ગયા છે. મહેમદાવાદ બેઠક પર આંતરિક વિખવાદનું કોકડું ઉકેલાઇ ગયું છે, બેઠક પર અર્જુનસિંહ ચૈાહાણને ટિકિટ મળતા કાર્યકરોમાં ખુશીની લાગણી જોવા મળી હતી.

નોંધનીય છે કે  ભાજપે આ વિધાનસભા બેઠક પર વર્ષ 1995થી 2007 સુધી એટલે કે, સતત ચાર ટર્મ સુધી પ્રભુત્વ જમાવ્યું હતું. પૂર્વ ધારાસભ્ય સુંદરસિંહ ચૌહાણ આ વિધાનસભા બેઠક પર સતત ત્રણ ટર્મ સુધી રિપિટ થયા છે અને જીત મેળવી છે. પરંતુ વર્ષ 2012ની ચૂંટણીમાં કોંગ્રેસ નેતા ગૌતમભાઈ ચૌહાણે સુંદરસિંહ ચૌહાણને હરાવ્યા હતા.બાદમાં ફરી આ બેઠક ભાજપના ફાળે ગઇ હતી.

અર્જુનસિંહ ચૌહાણ મહેમદાવાદ બેઠક પરથી પ્રથમવાર વિધાનસભા ચૂંટણી લડ્યા હતા અને તેમણે જીત મેળવી હતી. અર્જુનસિંહ ચૌહાણને ભૂપેન્દ્ર પટેલ સરકારમાં અર્જુનસિંહને કેબિનેટમાં સ્થાન આપવામાં આવ્યું છે તથા ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના મંત્રી બનાવવામા આવ્યા છે. અર્જુનસિંહ ચૌહાણ હાલમાં ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ તરીકેની જવાબદારી પણ નિભાવી રહ્યા છે. અર્જુનસિંહ ચૌહાણ છેલ્લા 20 વર્ષથી RSS સાથે જોડાયેલા છે. તેઓ વર્ષ 2016-17માં જિલ્લા મહામંત્રી તરીકેની ફરજ પણ બજાવી ચૂક્યા છે.