Not Set/ CAG રિપોર્ટ બાદ ખુલી રાફેલ ડીલની ક્રોનોલોજી : કોંગ્રેસ

  કંપ્ટ્રોલર અને એડિટર જનરલ (કૈગ) એ રાફેલ ઓફસેટ સંબંધિત નીતિઓ માટે સંરક્ષણ મંત્રાલયની ટીકા કરી હતી. આ નીતિ હેઠળ ભારત સરકારે ફ્રેન્ચ ઉડ્ડયન કંપની દસોલ્ટ એવિએશન સાથે 36 રાફેલ જેટ પર હસ્તાક્ષર કર્યા હતા. હવે કોંગ્રેસ કૈગનાં અહેવાલને ટાંકીને મોદી સરકાર પર હુમલો કરી રહી છે. ડીલમાં અનિયમિતતા હોવાનો પણ આરોપ મૂક્યો છે. શરૂઆતથી […]

Uncategorized
e7407ec861a2ef63d4575092fedb4fce 1 CAG રિપોર્ટ બાદ ખુલી રાફેલ ડીલની ક્રોનોલોજી : કોંગ્રેસ
 

કંપ્ટ્રોલર અને એડિટર જનરલ (કૈગ) એ રાફેલ ઓફસેટ સંબંધિત નીતિઓ માટે સંરક્ષણ મંત્રાલયની ટીકા કરી હતી. આ નીતિ હેઠળ ભારત સરકારે ફ્રેન્ચ ઉડ્ડયન કંપની દસોલ્ટ એવિએશન સાથે 36 રાફેલ જેટ પર હસ્તાક્ષર કર્યા હતા. હવે કોંગ્રેસ કૈગનાં અહેવાલને ટાંકીને મોદી સરકાર પર હુમલો કરી રહી છે. ડીલમાં અનિયમિતતા હોવાનો પણ આરોપ મૂક્યો છે. શરૂઆતથી જ આ ડીલ કોંગ્રેસનાં નિશાના પર છે.

કોંગ્રેસનાં પ્રવક્તા રણદીપસિંહ સુરજેવાલાએ લખ્યું છે કે, સૌથી મોટા સંરક્ષણ ડીલની ક્રોનોલોજીખુલી જ રહી છે. નવા કૈગનાં અહેવાલે સ્વીકાર્યું છે કે, રાફેલનાં ઓફસેટમાં ટેકનોલોજી ટ્રાન્સફરદૂર કરવામાં આવી છે. પહેલા મેક ઇન ઇન્ડિયા‘ ‘મેક ઇન ફ્રાન્સબન્યું. હવે ડીઆરડીઓને તકનીકી સ્થાનાંતરણ માટે ડંપ કરવામાં આવેલ છે, પરંતુ મોદીજી કહેશે કે સબ ચંગા સી. આ ડીલને લઈને કોંગ્રેસનાં અન્ય ઘણા વરિષ્ઠ નેતાઓએ પણ સરકાર પર નિશાન સાધ્યું છે.

ઓફસેટ નીતિ હેઠળ શરત એ છે કે કોઈ પણ વિદેશી કંપની સાથેનાં ડીલનાં મૂલ્યનો થોડો હિસ્સો ભારતમાં એફડીઆઈનાં રૂપમાં આવવો જોઈએ. સંસદમાં રજૂ કૈગનાં અહેવાલ મુજબ કરારમાં જણાવાયું છે કે દસોલ્ટ પોતાની ઓફસેટ જવાબદારીમાંથી 30 ટકા જવાબદારીનું પાલન ડીઆરડીઓને ઉચ્ચ-શ્રેણીની તકનીક આપીને પૂરા કરશે. ડીઆરડીઓને હલકા કોમ્બેટ જેટ્સ માટે (કાવેરી) એન્જિનને દેશમા જ વિકસિત કરવા માટે તેમને તકનીકી મદદ જોઇતી હતી, પરંતુ આજ સુધી વિક્રેતાએ આ તકનીકને સ્થાનાંતરિત કરવા વિશે કંઈ સ્પષ્ટ કર્યું નથી. હવે આ અંગે રાજકારણ શરૂ થઈ ગયું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.