જો તમે નવો આઇફોન ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમારા માટે આ એક સારી તક હોઈ શકે છે. કારણ કે ઇ-કોમર્સ સાઇટ એમેઝોન ઇન્ડિયાએ એપલ ડેઝ સેલની જાહેરાત કરી છે અને આ સેલ 17 માર્ચ સુધી ચાલુ રહેશે. આ સેલમાં એપલના લેટેસ્ટ આઇફોનથી તમામ ડિવાઇસ પર શાનદાર ઓફર્સ આપવામાં આવી રહી છે. આ સેલમાં આઇફોન પર ડિસ્કાઉન્ટની સાથે એક્સ્ચેન્જ ઓફર અને નો કોસ્ટ ઇએમઆઈ પણ આપવામાં આવી રહી છે. આઇફોન 12 મીની બેસ્ટ ડિલમાં ઉપલબ્ધ છે. ચાલો જાણીએ આઇફોન 12 મીની પરના ડિસ્કાઉન્ટ અને ઓફર્સ વિશે..

એપલ ડેઝ સેલમાં આઇફોન પર ઓફર્સ વિશે વાત કરીએ તો તેમા નો કોસ્ટ ઇએમઆઆઈ વિકલ્પ અને એક્સચેન્જ ઓફરની સુવિધા આપવામાં આવી રહી છે. આ સિવાય જો તમારી પાસે એચડીએફસી બેંક કાર્ડ છે, તો તમે સીધું 6,000 રૂપિયાનું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મેળવી શકો છો.
7 હજાર રુપિયા સસ્તામાં ખરીદો આ સ્માર્ટફોન, મળશે શ્રેષ્ઠ કેમેરો અને બેટરી બેકઅપ

આઇફોન 12 મીની વિશે વાત કરીએ તો આ ડિવાઇસ ગયા વર્ષે નવેમ્બરમાં જ ભારતીય બજારમાં ઉપલબ્ધ થઇ હતી. તેની પ્રારંભિક કિંમત 69,900 રૂપિયા છે. પરંતુ એપલ ડેઝ સેલમાં આ સ્માર્ટફોન પર 2,890 રૂપિયા ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે, ત્યારબાદ 67,100 રૂપિયામાં ખરીદવાની તક મળી રહી છે, જો તમારી પાસે એચડીએફસી બેંક કાર્ડ છે, તો 6,000 રુપિયાનું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ પણ મેળવી શકો છો.

આઇફોન 12 મીનીમાં ડ્યુઅલ સિમ સપોર્ટ આપવામાં આવ્યો છે, જેમાં યૂઝર્સ નેનો અને ઇ-સિમનો ઉપયોગ કરી શકશે. આiOS 14 ઓએસ પર આધારિત આ ડિવાઇસ એ 14 બાયોનિક ચિપ પર કાર્ય કરે છે. આઇફોન 12 મીનીમાં 5.4 ઇંચની સુપર રેટિના XDR OLED ડિસ્પ્લે છે. તેમાં ડ્યુઅલ રીયર કેમેરા સેટઅપ છે જેમાં 12 એમપી વાઇડ એંગલ લેન્સ અને અલ્ટ્રા વાઇડ એંગલ શૂટર સામેલ છે. આ સાથે, ડિવાઇસમાં મેગસેફે વાયરલેસ ચાર્જિંગ સપોર્ટ ઉપલબ્ધ થશે.
