Election/ બોડેલી-નસવાડીમાં ભાજપ દ્વારા જાહેર કરાયેલા ઉમેદવારોને ટીકીટ ન મળતા અપક્ષમાં નોંધાવી ઉમેદવારી

છોટાઉદેપુર જિલ્લાનાં બોડેલી તેમજ નસવાડીમાં જિલ્લા પંચાયતની બેઠકો માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા જાહેર કરાયેલા ઉમેદવારોમાં ટીકીટ ન મળતા નારાજ ઉમેદવારોએ અપક્ષમાં ઉમેદવારી નોંધાવી જીતનો દાવો કર્યો છે.

Gujarat Others

છોટાઉદેપુર જિલ્લાનાં બોડેલી તેમજ નસવાડીમાં જિલ્લા પંચાયતની બેઠકો માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા જાહેર કરાયેલા ઉમેદવારોમાં ટીકીટ ન મળતા નારાજ ઉમેદવારોએ અપક્ષમાં ઉમેદવારી નોંધાવી જીતનો દાવો કર્યો છે.

કોંગ્રેસ-ભાજપનાં ઉમેદવારો મોટી સંખ્યામાં તેમના સાથી કાર્યકરો અને આગેવાનો સાથે ઢોલ નગારાનાં તાલે ઉમેદવારી કરવા પહોંચ્યા હતા, ત્યારે ભારતીય જનતા પાર્ટીએ કડાછલા જિલ્લા પંચાયત બેઠક અને નવા ટીમ્બરવા તાલુકા પંચાયતની બેઠક પર આયાતી ઉમેદવારને ટીકીટ આપતા પણ વર્ષો જુના કાર્યકરો નારાજ થઈ બંને બેઠક પર પોતાની અપક્ષ ઉમેદવારી કરી પક્ષનાં આગેવાનો સામે ધારદાર અને ગંભીર આક્ષેપો કરી રોષ વ્યક્ત કર્યો હતો. છોટાઉદેપુર જિલ્લાનાં નસવાડી તાલુકાનાં બરોલી, કુકરદા અને નવગામ જિલ્લા પંચાયતમાં ભાજપથી નારાજ કાર્યકરોએ પણ અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી ભાજપને કોઈ સંજોગોમાં જીતવા નહીં દેવાનો અપક્ષ ઉમેંદવારોએ હુંકાર ભર્યો અને ભાજપ અને કોંગ્રેસને હરાવીને અપક્ષ જીતશે તેવો દાવો પણ આ ઉમેદવારોએ કર્યો હતો. નસવાડી તાલુકામાં તેમજ બોડેલી તાલુકામાં પણ ભાજપથી નારાજ ઉમેદવારોએ કડાછલા જિલ્લા પંચાયતની બેઠક પર ભગુભાઈ પંચોલીએ અપક્ષ તરીકે ઝંપલાવ્યુ છે.

આયાતી ઉમેદવાર અને વર્ષોથી ભાજપનાં કાર્યકર્તા હોવા છતા કેટલાક ભાજપનાં નારાજ કાર્યકર્તાઓને મેંડેડ ન મળતા અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી છે. જેને લઈ આગામી સમયમાં ભાજપ માટે તે માથાનાં દુખાવા સમાન બની શકે છે. ધારાસભ્ય અભેસિહ ભાઈ તડવી સાથે વાત કરતાં તેઓએ જણાવ્યુ હતું કે, આ અમારા ઘરનો મામલો છે. અમે પતાવી લઈશુ, પણ બીજી તરફ જે ટીકીટ ન મળવાથી નારાજ કાર્યકર્તાઓએ વર્ષોથી મહેનત કરતાં હોવા છતા ટીકીટ ન મળવાથી અપક્ષમાં ઉમેદવારી નોંધાવી જીતનાં દાવા કરી રહ્યા છે.

Election / થાનગઢ કોંગ્રેસને મોટો ઝટકો, તાલુકા પંચાયતની તમામ 16 બેઠકો પર કોંગ્રેસ આઉટ

Election / રાજકોટ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ દિનેશ ચોવટિયાનું તમામ હોદ્દાઓ પરથી નારાજીનામું

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…