T20 World Cup/ અંતિમ મેચમાં ભાવુક થયો કેપ્ટન કોહલી, સોશિયલ મીડિયામાં કહી પોતાના મનની વાત

નામીબિયા વિરુદ્ધ કેપ્ટન તરીકે કોહલીની અંતિમ T20 મેચ તેમજ 50મી T20 ઈન્ટરનેશનલ મેચ હતી, જ્યાં ભારતીય ટીમે તેને વિજય સાથે વિદાય આપી હતી. આ જીત બાદ કેપ્ટન કોહલી ભાવુક જોવા મળ્યો હતો.

Sports
વિરાટ કોહલી

ટીમ ઈન્ડિયાનાં કેપ્ટન વિરાટ કોહલીએ સોમવારે ભારતીય T20 ટીમનાં કેપ્ટન તરીકે પોતાની અંતિમ મેચ રમી હતી. દુબઈમાં નામીબિયા વિરુદ્ધ રમાયેલી T20 વર્લ્ડકપ 2021ની આ મેચ પણ ભારતનાં વર્લ્ડકપ અભિયાનની અંતિમ મેચ હતી કારણ કે ટીમ ઈન્ડિયા સેમીફાઈનલમાં જગ્યા બનાવી શકી ન હોતી. કેપ્ટન તરીકે કોહલીની આ અંતિમ T20 મેચ તેમજ 50મી T20 ઈન્ટરનેશનલ મેચ હતી જ્યાં ભારતીય ટીમે તેને વિજય સાથે વિદાય આપી હતી. આ જીત બાદ કેપ્ટન કોહલી ભાવુક જોવા મળ્યો હતો.

આ પણ વાંચો – T20 World Cup / હિટમેન તરીકે જાણીતા રોહિતે નામીબિયા વિરુદ્ધ બનાવ્યા આ બે ખાસ રેકોર્ડ

આપને જણાવી દઇએ કે, નામીબિયા વિરુદ્ધ જીત બાદ T20 વર્લ્ડકપમાંથી ભારતની સફરનો અંત આવ્યો છે. સોમવારે ટીમ ઈન્ડિયાએ ટૂર્નામેન્ટની પોતાની અંતિમ મેચમાં નામીબિયાને હરાવ્યું હતું. આ સાથે જ ભારતની વિજયી વિદાય સાથે ટીમ ઈન્ડિયામાં વિરાટ કોહલી અને રવિ શાસ્ત્રીનાં યુગનો પણ અંત આવ્યો છે. વિરાટ કોહલીએ પહેલા જ T20 ટીમનાં કેપ્ટન પદેથી રાજીનામું આપવાની જાહેરાત કરી દીધી હતી, જ્યારે રવિ શાસ્ત્રીનો T20 વર્લ્ડ સાથે મુખ્ય કોચ તરીકેનો કાર્યકાળ સમાપ્ત થઈ ગયો હતો. વળી, કેપ્ટનશિપ છોડ્યા પછી, વિરાટે ટ્વિટ કરીને પોતાના દિલની વાત કરી હતી. કેપ્ટન વિરાટ કોહલીએ ટ્વીટ કરીને લખ્યું છે કે, અમે એક થઈને લક્ષ્ય હાંસલ કરવા માટે ઉતર્યા છીએ. કમનસીબે અમે ચૂકી ગયા અને અમારાથી વધુ નિરાશ કોઈ નહી હોય. તમારો સપોર્ટ અદ્ભુત રહ્યો છે અને અમે તેના માટે તમારો આભાર માનીએ છીએ. અમે મજબૂત પુનરાગમન કરવાનો અને આગળનું પગલું મજબૂત રીતે લેવાનું લક્ષ્ય રાખીશું. જય હિન્દ. આપને જણાવી દઈએ કે, વિરાટે આ ટ્વીટ સાથે સાથી ખેલાડીઓની કેટલીક તસવીરો શેર કરીને સૌનો આભાર પણ માન્યો હતો.

https://twitter.com/imVkohli/status/1457768227585466371?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1457768227585466371%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.prabhatkhabar.com%2Fsports%2Fcricket%2Ft20-world-cup-2021-virat-kohli-emotional-message-after-last-match-as-t20-captain-rkt

આ પણ વાંચો – T20 World Cup / રવિ શાસ્ત્રીએ કર્યો મોટો ખુલાસો- ખેલાડીઓ પેટ્રોલથી નથી ચાલતા, તેમને આરામની જરૂર

વળી, વિરાટ કોહલી વનડે અને ટેસ્ટ ક્રિકેટમાં ભારતીય ટીમની કેપ્ટનશિપ ચાલુ રાખશે. અગાઉ, તેમણે તેની અંતિમ સીઝન IPL 2021માં પણ કેપ્ટન તરીકે રમી હતી. આપને જણાવી દઇએ કે, T20 વર્લ્ડકપ 2021 ટીમ ઈન્ડિયા માટે એક ખરાબ સ્વપ્ન સમાન હતુ. કોહલી સેનાને તેની શરૂઆતની મેચમાં જ હારનો સામનો કરવો પડ્યો હતો. ભારતને પહેલા પાકિસ્તાન અને પછી ન્યૂઝીલેન્ડનાં હાથે હારનો સામનો કરવો પડ્યો હતો. આ બે હાર બાદ ટીમ ઈન્ડિયા ટૂર્નામેન્ટનાં પ્રારંભિક તબક્કામાંથી બહાર થઈ ગઈ હતી અને બાદમાં તેને નામીબિયા સામે માત્ર ઔપચારિક મેચ રમવાની હતી. એવું ભાગ્યે જ બને છે કે ટીમ ઈન્ડિયાએ ICC ટૂર્નામેન્ટમાં માત્ર ઔપચારિક મેચ રમી હોય.