બ્રાન્ડેડ કંપનીના રેસ્ટોરન્ટમાં ભોજન આરોગતા પહેલા ચેતી જજો. બ્રાન્ડેડના નામે પુષ્કળ પૈસા વસૂલતા રેસ્ટરન્ટમાં સ્વાસ્થ્ય સાથે ચેડાં થાય છે. અમદાવાદના હયાત હોટલના સંભારમાંથી વંદો નીકળવાણી ઘટના સામે આવી છે.જી હા.. અમદાવાદના હયાત હોટલમાં આ સમગ્ર ઘટના બની છે. ત્યારે અમદાવાદની આ પ્રખ્યાત રેસ્ટોરન્ટ વિવાદમાં જોવા મળી છે.અમદાવાદના હયાત હોટલમા ભોજનમાંથી વંદો નીકળતા ફરી ખાનપાનમાંથી નીકળતી જીવાતનો મુદ્દો છેડાયો છે. શહેરમાં છેલ્લા ઘણા સમયથી વિવિધ પ્રકારના ખાનપાનમાંથી વિવિધ પ્રકારની જીવાત નીકળ્યાના કિસ્સા સામે આવવા લાગ્યા છે. કેટલીક વખત સોશિયલ મીડિયામાં લોકો આ પ્રકારના બનાવનો વીડિયો પણ શેર કરતા હોય છે. હાલમાં ફરી શહેરની પ્રખ્યાત હોટલ હયાત વિવાદમાં જોવા મળી છે. આપને જણાવી દઈએ કોર્પોરેશન દ્વારા કરવામાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં હયાત હોટલનું કિચન સીલ કરાયું છે.
હયાત હોટલમાં સંભારમાંથી વંદો નીકળવાની ઘટના સામે આવતા ખાવાના શોખીનો ચિંતિત થયા છે. લોકો પ્રખ્યાત હોટલ-રેસ્ટોરન્ટમાં ઊંચી કિમંત આપી વાનગીઓના ટેસ્ટ માણવાનો અનુભવ કરતા હોય છે. પરંતુ ખાવાના શોખીન ગ્રાહકોને તેમના ટેસ્ટમાં કયારેક બેસ્વાદપણાનો પણ કડવો અનુભવ કરવો પડે છે. આ પહેલા પણ આવીજ એક ઘટના બની હતી જ્યાં એક ગ્રાહકે સીટી પોઈન્ટ રેસ્ટોરન્ટમાં જયારે દાલફ્રાયનો ઓર્ડર આપ્યો અને તેમાંથી વંદો નીકળતા જ તેની ભૂખ ભાગી ગઈ હતી. શહેરમાં આવા કિસ્સાઓ વધતા આરોગ્ય વિભાગની કામગીરીને લઈને સવાલો ઉઠયા છે? કેમ આરોગ્ય વિભાગ આવા એકમો સામે કાયદાકીય પગલાં લેતું નથી ? કેમ આરોગ્ય વિભાગ સ્વચ્છતા અને ગુણવત્તાયુક્ત ભોજન ના આપનાર હોટલ અને રેસ્ટોરન્ટ સામે કાર્યવાહી નથી કરતું ?
આ પહેલા શહેરના નિકોલ વિસ્તારમાં દેવી ઢોંસા નામની રેસ્ટોરન્ટ આવેલી છે, જ્યાં એક ગ્રાહક તેના પરિવાર સાથે જમવા માટે ગયો હતો. તેમણે ઢોસાનો ઓર્ડર આપ્યો હતો. ઢોસા આપતાં પહેલાં સંભાર અને ચટણી આપવામાં આવી હતી. સંભારના જગમાંથી તેમણે વાટકીમાં જ્યારે સંભાર કાઢ્યો ત્યારે એમાં ઉંદરનું બચ્ચું નીકળ્યું હતું, જેના કારણે તાત્કાલિક તેમણે રેસ્ટોરન્ટમાં હાજર વ્યક્તિને બોલાવી અને બતાવ્યું હતું. ખાણી-પીણીની ચીજવસ્તુઓમાંથી આ રીતે ઉંદરનું બચ્ચું નીકળ્યું હોવાથી મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગની ટીમને પણ ફરિયાદ કરી હતી.
ત્યારે અમદાવાદમાં સૌથી પોશ ગણાતા સિંધુભવન રોડજ પર આવેલી SBR ગ્વાલિયા રેસ્ટોરેન્ટના કુલચામાંથી વંદો નીકળવાની ઘટના સામે આવી છે. જ્યાં ઓસ્ટ્રેલિયાથી આવેલો એક પરિવાર જે ગ્વાલિયા રેસ્ટોરેન્ટમાં જમવા માટે ગયો હતો. ત્યારે આ ઘટના બની હતી. આ ઘટના બાદ રેસ્ટોરેન્ટમાં હોબાળો મચ્યો હતો.તેઓએ અલગ અલગ જમવાનું ઓર્ડર કર્યું હતું. જેમાં વેજીટેબલ કુલચા પણ તેઓએ ઓર્ડર કર્યા હતા. ઓસ્ટ્રેલિયાથી જે દીકરી આવી હતી. તે કુલચા ખાતી હતી, ત્યારે અચાનક જ ધ્યાન ગયું હતું કે કુલચામાં વંદો છે આથી યુવતી ગભરાઈ ગઈ હતી કારણ કે આ પ્રકારની વસ્તુ જતા તેની તબિયત ઉપર પણ માઠી અસર પડે છે.
આ પણ વાંચો: ગાંધીનગરનું મહાત્મા મંદિર બન્યું સ્વ-સહાય જૂથોની બહેનોની સફળતાની ગાથાનું કેન્દ્ર
આ પણ વાંચો:અમદાવાદ મ્યુનિ. આ નવા કીમિયાથી રૂ. 1000 કરોડ ઊભા કરશે
આ પણ વાંચો: સટોડિયા ખેડૂત પાસેથી રૂપિયા વસૂલવા રૂ. 2.45 કરોડની નકલી નોટિસ ફટકારી