Not Set/ લોકોનાં 10,000 કરોડ રૂપિયાનું ફ્રોડ કરનાર દિલ્લીની કંપની CBIનાં સકંજામાં

એક વર્ષમાં પૈસા ડબલની સ્કીમમાં ઘણાં લોકો ફસાય જતાં હોય છે. કંપની લોકોને પૈસા ડબલ કરી આપવાની લાલચે ઇન્વેસ્ટમેન્ટ કરાવડાવે છે અને પછી ફરાર થઇ જાય છે. આવાં ઘણાં કિસ્સાઓ આપણે સાંભળ્યા છે. આવો જ એક કેસ સામે આવ્યો છે. દિલ્લીની કરોલબાગની એક કંપનીએ રોકાણકારોને એક વર્ષમાં રોકાણ ડબલ કરવાનું પ્રોમિસ આપીને 10,000 કરોડ રૂપિયા […]

Top Stories

એક વર્ષમાં પૈસા ડબલની સ્કીમમાં ઘણાં લોકો ફસાય જતાં હોય છે. કંપની લોકોને પૈસા ડબલ કરી આપવાની લાલચે ઇન્વેસ્ટમેન્ટ કરાવડાવે છે અને પછી ફરાર થઇ જાય છે. આવાં ઘણાં કિસ્સાઓ આપણે સાંભળ્યા છે. આવો જ એક કેસ સામે આવ્યો છે.

દિલ્લીની કરોલબાગની એક કંપનીએ રોકાણકારોને એક વર્ષમાં રોકાણ ડબલ કરવાનું પ્રોમિસ આપીને 10,000 કરોડ રૂપિયા ચાઉ કરી લીધાં છે.સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટીગેશન (CBI) દ્વારા આ કંપની પર છાપો મારવામાં આવ્યો છે અને કેસ દાખલ કરવામાં આવ્યો હતો.

2014 માં સુપ્રીમ કોર્ટે CBI ને ચીટ ફંડ કપનીઓનાં કેસ પર ઇન્વેસ્ટીગેશન કરવા માટે કહ્યું હતું જે અંતર્ગત દિલ્લીની આ કંપની સામે આવી છે. આ પહેલાં પણ આ કંપની ધ્યાનમાં ત્યારે આવી હતી જયારે પશ્ચિમ બંગાળ પોલીસ પાસે FIR દાખલ કરવામાં આવી હતી.

ફરિયાદ એવી હતી કે, કંપની દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તેઓએ એક સોફ્ટવેર બનાવ્યો છે જ્યાંથી તેઓ એમનું રોકાણ પાછું મેળવી શકશે. પરંતુ આ ક્યારેય કામ કર્યું જ ન હતું,

CBI એ આ કંપની પર ચીટીંગ, બનાવટી લખાણ અને SEBIની ગાઈડલાઈન્સનું ઉલ્લંઘન વગેરે આરોપ લગાવ્યા છે.