વર્ષ 2015થી ગુજરાતની ભાજપ સરકાર વિરુદ્ધ જંગે ચડેલા પાટીદાર અનામત આંદોલન સમિતિના નેતા હાર્દિક પટેલ જસદણની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર કુંવરજી બાવળીયા વિરુદ્ધ પ્રચાર નહિ કરે.
દરેક નાની-નાની બાબતે રાજ્ય સરકાર સામે રણશિંગુ ફૂંકતા હાર્દિકે ક્યા કારણોસર બાવળીયા વિરુદ્ધ પ્રચાર કરવાની ના કહી એ જાણવું રહ્યું. હાર્દિકે બાવળીયા સામે પ્રચાર કરવાનો ઇન્કાર કરતા અનેક તર્કો અફવાનું રૂપ લઇ રહ્યા છે.

જોકે, હાર્દિકે કુંવરજી બાવળીયા વિરુદ્ધ પ્રચાર ન કરવાના નિર્ણય અંગેનું કારણ જણાવતા કહ્યું કે, જસદણમાં પાટીદાર સમાજના ઘણા કાર્યક્રમોનું આયોજન થયેલું હોવાથી તેઓ જસદણમાં નહિ કરે.
જણાવી દઈએ કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણી સમયે પણ સૌરાષ્ટ્રમાં ભાજપને હરાવવા માટે હાર્દિક પટેલે ઘણી રેલીઓ અને સભાઓ આયોજિત કરી હતી.
