National News/ 1 લાખથી વધુ વખત ફાઈલ એક્સેસ કરવાનો ટ્રાય, CBSE બોર્ડે કહ્યું- વિદ્યાર્થીઓનો ડેટા 100% સુરક્ષિત

CBSE ના રી-ઇવેલ્યુએશન પોર્ટલ પર માત્ર 2 મિનિટમાં 15 લાખ હિટ્સ અને 1 લાખથી વધુ વખત અનધિકૃત ફાઈલ એક્સેસ સાથે મોટો સાયબર હુમલો થયો છે. વાંચો બોર્ડની સુરક્ષા અને નવા ફેરફાર પર અહેવાલ.

NATIONAL Top Stories India Education
CBSE

CBSE Cyber Attack 2026: સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) ના રી-ઇવેલ્યુએશન (પુનઃમૂલ્યાંકન) પોર્ટલ પર એક તરફ હજારો વિદ્યાર્થીઓ પોતાની ઉત્તરવહીઓની ચકાસણી માટે ઓનલાઈન અરજી કરી રહ્યા છે, ત્યારે બીજી તરફ આ પોર્ટલ પર એક મોટો સાયબર હુમલો થયો હોવાની ચોંકાવનારી માહિતી સામે આવી છે. બોર્ડ દ્વારા સત્તાવાર રીતે જણાવવામાં આવ્યું છે કે, કેટલાક તોફાની તત્વો અને હેકર્સ દ્વારા પોર્ટલને ઠપ કરવા અને ડેટા ચોરવાનો મોટો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ બોર્ડની સાયબર સુરક્ષા ટીમે આ ખતરનાક હુમલાને સંપૂર્ણપણે નિષ્ફળ બનાવ્યો છે.

CBSE

માત્ર 2 મિનિટમાં 15 લાખ હિટ્સ અને ફાઈલ એક્સેસનો પ્રયાસ

CBSE બોર્ડના જણાવ્યા અનુસાર, આ પોર્ટલ સામાન્ય રીતે એક સમયે 8000 થી વધુ યુઝર્સનો ટ્રાફિક હેન્ડલ કરવા માટે સક્ષમ છે. મંગળવારે બપોરે 3 વાગ્યા સુધીમાં 16,000 થી વધુ વિદ્યાર્થીઓ સફળતાપૂર્વક પોતાની અરજી સબમિટ કરી ચૂક્યા હતા. પરંતુ, જેમ જેમ વિદ્યાર્થીઓની સંખ્યા વધી, તેમ તેમ પોર્ટલને ટાર્ગેટ કરવામાં આવ્યું હતું:

ભયાનક ટ્રાફિક હુમલો: હેકર્સ દ્વારા માત્ર 2 મિનિટની અંદર પોર્ટલ પર અંદાજે 15 લાખ ફેક હિટ્સ (DDoS જેવો હુમલો) નોંધાયા હતા, જેથી સર્વર ક્રેશ થઈ જાય.

ડેટા ચોરીનો પ્રયાસ: આ ટ્રાફિકની આડમાં 1 લાખથી વધુ વખત અનધિકૃત રીતે (Unauthorized) પોર્ટલની સંવેદનશીલ ફાઈલો સુધી પહોંચવાનો અને વિદ્યાર્થીઓનો ડેટા ચોરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

CBSE

સુરક્ષા ટીમ ચોવીસે કલાક સક્રિય, વિદ્યાર્થીઓનો ડેટા સેફ

આટલા મોટા પાયે થયેલા સાયબર હુમલા છતાં CBSE ની સાયબર સિક્યોરિટી ટીમે તાત્કાલિક મોરચો સંભાળી લીધો હતો. સુરક્ષા ટીમે તમામ શંકાસ્પદ આઈપી એડ્રેસ અને હિટ્સને બ્લોક કરીને પોર્ટલની સેવાઓ સામાન્ય રાખવામાં મોટી સફળતા મેળવી હતી. બોર્ડે વિદ્યાર્થીઓ અને વાલીઓને મજબૂત ખાતરી આપી છે કે, હેકર્સ પોતાના મનસૂબામાં સફળ થયા નથી અને વિદ્યાર્થીઓનો તમામ ડેટા, માર્ક્સ અને માહિતી સંપૂર્ણપણે સુરક્ષિત છે.

સેશન ટાઈમ લિમિટમાં વધારો

વિદ્યાર્થીઓ તરફથી મળેલા ફીડબેક અને આ ઘટના બાદ CBSE બોર્ડે પોર્ટલની સિસ્ટમમાં કેટલાક મહત્વના ટેકનિકલ સુધારા કર્યા છે. વિદ્યાર્થીઓને અરજી ફોર્મ ભરવા, ઓનલાઈન ફી ચૂકવવા અને જરૂરી દસ્તાવેજો અપલોડ કરવામાં ઓનલાઈન કોઈ તકલીફ ન પડે તે માટે પોર્ટલ પર ‘સેશન ટાઈમ લિમિટ’ (Session Time Limit) વધારી દેવામાં આવી છે. આ ફેરફારથી હવે વિદ્યાર્થીઓ (Students) કોઈ પણ પ્રકારના પિંક કે સર્વર ટાઈમ આઉટના ડર વગર શાંતિથી પોતાની પ્રોસેસ પૂરી કરી શકશે.


આ પણ વાંચો : CBSE વિવાદ પર રાહુલ ગાંધીનો પ્રહાર

આ પણ વાંચો : CBSEનું 12મા ધોરણનું 85.26 ટકા પરિણામ

આ પણ વાંચો : CBSE  10-12માં ધોરણની ઉત્તરવહીનું ડિજિટલ મૂલ્યાંકન કરશે