દ્રોપદી મુર્મુનો રાષ્ટ્રપતિની ચૂંટણીમાં જીત થતાં જ ઉમરપાડા ખાતે આદિવાસી સમાજ દ્વારા વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરત જિલ્લાનાં ઉમરપાડા ખાતે દ્રોપદી મૂર્મુજીનો રાષ્ટ્રપતિની ચૂંટણીમાં વિજય થતા આદિવાસી સમાજ દ્વારા વિશાળ રેલી કાઢવામાં આવી અને ઉજવણી કરવામાં આવી હતી. ઉમરપાડા બજારથી ચારરસ્તા સુધી પરંપરાગત વાજિંત્રો, પારંપરિક પહેરવેશ અને આદિવાસી નૃત્ય સાથે રેલી કાઢવામાં આવી હતી. આ રેલીમાં પૂર્વ કેબિનેટ મંત્રી ગણપતસિંહ વસાવા અને આદિવાસી સમાજના આગેવાનો સહિત હજારોની સંખ્યામાં આદિવાસી સમાજનાં લોકો જોડાયા હતાં અને પોતાનો હરખ વ્યક્ત કર્યો હતો. ઉલ્લેખનીય ચહે કે આ તકે કોંગ્રેસનાં ધારાસભ્ય અનંત પટેલનાં નિવેદન પર પ્રતિક્રિયા આપતાં પૂર્વ કેબિનેટ મંત્રી ગણપતસિંહ વસાવાએ જણાવ્યું હતું કે, બે પદ વચ્ચેનો તફાવત કોંગ્રેસના ધારાસભ્યને ખ્યાલ હોવો જોઈએ. મુખ્યમંત્રી પદ કરતા સર્વોચ્ચપદ રાષ્ટ્રપતિનું હોય છે. ભારતીય જનતા પાર્ટીએ દેશનું સર્વોચ્ચ પદ આદિવાસીને આપ્યું છે.

આ પણ વાંચો :
