Banaskantha News/ શક્તિપીઠ અંબાજી ખાતે માં અંબાના પ્રાગટ્ય દિવસની ઉજવણી

જ્યોત મિલાપ બાદ શક્તિદ્વાર ખાતે યોજાશે માંની મહાઆરતી પણ કરવામાં આવશે.

Gujarat Top Stories
Image 2025 01 13T111452.970 શક્તિપીઠ અંબાજી ખાતે માં અંબાના પ્રાગટ્ય દિવસની ઉજવણી

Banaskantha News: બનાસકાંઠા(Banaskantha)માં શક્તિપીઠ અંબાજી(Ambaji)માં આજે પોષી પૂનમે (Poshi Poonam) માં આંબાના પ્રાગટ્યની ઉજવણી કરાઈ રહી છે. શક્તિપીઠ ખાતે આજે મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટ્યું છે.

બનાસકાંઠામાં 51 શક્તિપીઠમાંનું એક અંબાજી માતાના મંદિરે આજે વહેલી સવારથી ભક્તો માતાના મંદિરે દર્શન માટે લાંબી લાઈનમાં ઊભા રહેલા જોવા મળ્યા છે. શક્તિપીઠમાં વહેલી સવારે માં અંબાની મંગળા આરતી કરાઈ છે. માં ના પ્રાગટ્ય દિવસે ગબ્બરગોખની અખંડ જ્યોતથી જ્યોત નીકળતા દિવ્યતાનો અનુભવ થઈ રહ્યો છે. ગબ્બરથી જ્યોત અંબાજી મંદિર ખાતે લઇ જઈ બે જ્યોતનો મિલાપ કરાશે.

જ્યોત મિલાપ બાદ શક્તિદ્વાર ખાતે યોજાશે માંની મહાઆરતી પણ કરવામાં આવશે. મહાઆરતી બાદ માં અંબા હાથીની અંબાડી ઉપર બિરાજમાન થશે. આરાસુરી દેવસ્થાન ટ્રસ્ટ અને અંબાજી ધાર્મિક ઉત્સવ સમિતિ દ્વારા પોષી પૂનમે આયોજન કરવામાં આવ્યું છે. માંની ભવ્ય શોભયાત્રાનું આયોજન, જગત જનની માં અંબા નગરચર્યા કરશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: અંબાજીમાં હોટલ બુકીંગના નામે પૈસા પડાવવાના કૌભાંડનો પર્દાફાશ 

આ પણ વાંચો:અંબાજી મંદિરમાં માતાજીના પ્રાગટ્ય દિવસ પોષી પૂનમની થશે ભવ્ય ઉજવણી

આ પણ વાંચો:અંબાજી માતાની આરતી-દર્શનના સમયમાં ફેરફાર