Ambaji/ અંબાજી માતાની આરતી-દર્શનના સમયમાં ફેરફાર

શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા એક યાદીમાં જણાવ્યું છે કે, આગામી દિવાળી તેમજ નવિન વર્ષોના દિવસો દરમ્યાન આરતી–દર્શનના સમયમાં ફેરફાર થવાથી શ્રી અંબાજી માતા મંદિર, અંબાજીમાં યાત્રાળુઓની સગવડતા ખાતર આરતી તથા દર્શનનો સમય નીચે મુજબનો રહેશે.

Gujarat Others Breaking News
Beginners guide to 33 1 અંબાજી માતાની આરતી-દર્શનના સમયમાં ફેરફાર

Ambaji: શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા એક યાદીમાં જણાવ્યું છે કે, આગામી દિવાળી તેમજ નવિન વર્ષોના દિવસો દરમ્યાન આરતી–દર્શનના સમયમાં ફેરફાર થવાથી શ્રી અંબાજી માતા મંદિર, અંબાજીમાં યાત્રાળુઓની સગવડતા ખાતર આરતી તથા દર્શનનો સમય નીચે મુજબનો રહેશે. જેની જાહેર જનતાને નોંધ લેવા લેવા વિનંતી કરાઈ છે.

બે નવેમ્બર 2024ના શનિવાર કારતક સુદ એકમના રોજ આરતીનો સમય સવારે 6 થી 6.30 રહેશે. દર્શનનો સમય સવારે 6.30થી 11.30નો રહેશે. રાજભોગ બપોરે – 12 કલાકે, બપોરે દર્શન 12.30થી સવા ચારનો રહેશે. સાંજે આરતીનો સમય સાડા છથી સાતનો રહેશે તથા સાંજે દર્શનનો સમય સાત વાગ્યાથી રાતે નવ વાગ્યા સુધીનો સમય રહેશે.

તેના પછી ત્રીજી નવેમ્બર 2024ના રવિવારના રોજ કારતક સુદ બીજથી 6 નવેમ્બર 2024 સુધી કારતક સુદ પાંચમ સુધી આરતીનો સમય સવારે 6.30થી 7 વાગ્યાનો રહેશે. દર્શનનો સમય સવારે 7થી 11.30નો રહેશે. રાજભોગ બપોરે – 12.00 કલાકે, બપોરે દર્શન 12.30થી સવા ચાર સુધીના રહેશે. સાંજે આરતીનો સમય 18.30થી સાત તથા સાંજે દર્શન સાત વાગ્યાથી રાતે નવ વાગ્યા સુધીનો સમય રહેશે.

આ સિવાય 7 નવેમ્બર 2024થી આરતી તથા દર્શનનો સમય મુજબ યથાવત રહેશે. જેમાં આરતીનો સમય સવારે 7.30થી 8 વાગ્યાનો રહેશે. દર્શનનો સમય સવારે 8થી 11.30નો રહેશે. રાજભોગ બપોરે – 12.00 કલાકે, બપોરે દર્શન 12.30થી સવા ચાર રહેશે. સાંજે આરતીનો સમય સાડા છથી સાત તથા સાંજે દર્શન સાત વાગ્યાથી રાતે નવ વાગ્યા સુધીનો રહેશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: બનાસકાંઠાના અંબાજી મંદિરમાં તિલક કાર્યક્રમ રખાયો

આ પણ વાંચો: અંબાજીના ત્રિશૂલિયા ઘાટ પર થયેલા અકસ્માતમાં 6નાં મોત અને 23 ઘાયલ

આ પણ વાંચો: અંબાજીમાં વિશ્વ હિન્દુ પરિષદે આપ્યું આવેદન પત્ર, મુસ્લિમ યુવાને વેપારીને આપી હતી ધમકી