Gir Somnath News/ વેરાવળ-કોડીનાર હાઈવે પર ગમખ્વાર અકસ્માતમાં 2નાં કમકમાટીભર્યા મોત, લોકોમાં રોષ

ત્યારે ઝડપથી આવી રહેલ ડમ્પર ચાલકે એટલી જોરદાર ટક્કર મારી હતી કે કેટલાક લોકો ત્યાં જ કચડાઈ ગયા હતા

Gujarat Ahmedabad

Gir Somnath News: ગીર સોમનાથ (Gir Somnath)માં વેરાવળ- કોડીનાર હાઈવે પર રાત્રે ઈકો કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત (Accident) સર્જાયો હતો, જેમાં 2 લોકોનાં ઘટનાસ્થળે મોત (Death) નિપજ્યાં હતા અને 7 લોકો ગંભીર રીતે ઘાયલ થતાં સારવાર માટે હોસ્પિટલ મોકલવામાં આવ્યાં છે.

ગઈકાલ રાત્રે સાડા નવ વાગ્યે કોડીનાર-હાઈવે પર કણજોતર ગામ નજીક અકસ્માત સર્જાયો હતો. પૂરપાટ ઝડપે આવી રહેલ ઈકો કાર અને બાઈક અથડાતા 7 લોકો ઈજાગ્રસ્ત થયા હતા તેમજ 2નાં તો ઘટનાસ્થળે જ પ્રાણપંખેરૂ ઉડી ગયા હતા, અકસ્માત સર્જાતા લોકો તુરંત ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને પોલીસને ઘટનાની જાણ કરી હતી. એમ્બ્યુલન્સને બોલાવી ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સુત્રાપાડા પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે ડમ્પર ચાલકે કેટલાક લોકોને કચડી નાખ્યા હતા, જેના કેટલાક CCTV કેમેરા પણ સામે આવ્યા છે.

ઇકો કાર અને બાઇક વચ્ચે થયેલા અકસ્માતને જોવા લોકો ઊભા હતા

CCTVમાં જોવા મળ્યું કે કેટલાક લોકોનું ટોળું ઊભું હતું, ત્યારે ઝડપથી આવી રહેલ ડમ્પર ચાલકે એટલી જોરદાર ટક્કર મારી હતી કે કેટલાક લોકો ત્યાં જ કચડાઈ ગયા હતા. અકસ્માતમાં બાલુભાઈ કલોતરા અને સુભાષ પરમારના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. મૃતકોના પરિવારમાં શોક છવાયો છે, તેમજ ગુનો કરનાર સામે કાર્યવાહી કરવાની માંગણી કરી છે. લોકોની પોલીસ અને પ્રશાસન સામે માંગણી છે કે આવા બેફામ ડમ્પરચાલકો સામે કડક પગલાં લેવા જોઈએ.

તાજેતરમાં અમદાવાદ શહેરમાં ઘાટલોડિયાનો રહેવાસી ઉમંગ પટેલ જોયસ કેમ્પસમાં પટાવાળા તરીકે કામ કરતો હતો. અકસ્માત (Accident) થયો ત્યારે તે તેની શીલજમાં રહેતી બહેન કૃપાએ ઉમંગ અને તેના માતાપિતા માટે ભોજન બનાવ્યું હતું. મૃતક બાઇક પર શીલજ જઈ રહ્યો હતો. ત્યારે બ્રિજ પર પહોંચતાની સાથે જ ઝડપથી આવતા ડમ્પર ચાલકે બાઈકને ટક્કર મારતા ગંભીર ઈજાઓ પહોંચી હતી. ગંભીર ઈજાઓને કારણે ઉમંગનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. અન્ય રાહદારીઓએ ડમ્પર રોકી ચાલક ગોવિંદ સોલંકીને પોલીસને સોંપી દીધો હતો. બોપલ પોલીસે (Bopal Police) ડમ્પર ચાલક વિરુદ્ધ કેસ નોંધીને તેની ધરપકડ કરી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:વડોદરા-ડભોઈ હાઈવે પર અકસ્માત થતા કાર ભડકે બળી, દંપતીનો ચમત્કારિક બચાવ

આ પણ વાંચો:અમદાવાદમાં બેફામ ડમ્પર ચાલકે બાઈકસવારનો લીધો જીવ, શીલજ બોપલ બ્રિજ પર અકસ્માતની ઘટના

આ પણ વાંચો:વડોદરામાં કાર ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા સર્જાયો અકસ્માત