Ahmedabad/ રાજ્યમાં BJP એ ચોંકાવ્યા, ચૂંટણીમાં લડ્યા વિના પણ આટલી બધી બેઠકો જીતી, જાણો શું છે દાવો ?

ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું હતું કે પાર્ટીના ઉમેદવારોને ડરના કારણે તેમના ઉમેદવારો છુપાવવા અને પોલીસ પાસેથી રક્ષણ મેળવવાની ફરજ પડી છે.

Top Stories Ahmedabad Gujarat Breaking News

Ahmedabad : ગુજરાત ભાજપે (BJP) મંગળવારે સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં કુલ 215 બેઠકો પર કોઈ પણ ચૂંટણી લડ્યા વિના બિનહરીફ જીતનો દાવો કર્યો. અન્ય બેઠકો માટે મતદાન 16 ફેબ્રુઆરીએ થવાનું છે. ભાજપ (BJP) દ્વારા જારી કરાયેલા નિવેદન મુજબ, પાર્ટીએ 4 નગરપાલિકાઓ – હાલોલ, ભચાઉ, જાફરાબાદ અને બાંટવામાં બિનહરીફ જીત મેળવી છે. ભાજપના મતે આ બેઠકો પર વિપક્ષી પક્ષોના ઉમેદવારોએ પોતાના નામ પાછા ખેંચી લીધા છે.

એસ. મુરલીકૃષ્ણે કહ્યું “રાજ્યમાં કુલ 170 સંસ્થામાં ચૂંટણી યોજાવાની છે. જેમાં કુલ વૉર્ડ 696 છે, અને બેઠકોની સંખ્યા 4,390 છે.” “સંવેદનશીલ અને અતિસંવેદનશીલ મતદાનમથકોની સંખ્યા અનુક્રમે 1,032 અને 244 છે. ચૂંટણીપ્રક્રિયા માટે કુલ 25 હજાર પોલીસજવાનોને તહેનાત કરાશે.”

ભાજપ(BJP)ના નેતાઓના દાવાઓથી વિપરીત કોંગ્રેસે (Congress) આરોપ લગાવ્યો છે કે ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા ધમકી આપવામાં આવ્યા બાદ તેમના ઉમેદવારોને ચૂંટણી સ્પર્ધામાંથી ખસી જવું પડ્યું. ભાજપે કોંગ્રેસના આ આરોપને સંપૂર્ણપણે નકારી કાઢ્યો છે.

ભાજપના ડરથી ઉમેદવારોએ પોતાના નામ પાછા ખેંચ્યા

ગુજરાત કોંગ્રેસ(Congress)ના પ્રવક્તા મનીષ દોશી(Manish Doshi)એ જણાવ્યું હતું કે, “પાર્ટીના ઉમેદવારોને ડરના કારણે તેમના ઉમેદવારો છુપાવવા અને પોલીસથી રક્ષણ મેળવવાની ફરજ પડી છે. ભાજપ(BJP)ના નેતાઓ દ્વારા સત્તાના દુરુપયોગને કારણે કોંગ્રેસના ઉમેદવારોએ તેમના નામાંકન પાછા ખેંચી લીધા છે.” ભચાઉની કુલ 28 બેઠકોમાંથી, 22 બેઠકો પર ભાજપ(BJP)ના ઉમેદવારોને ‘બિનહરીફ’ વિજેતા જાહેર કરવામાં આવ્યા છે. ફક્ત 6 બેઠકો બાકી છે, જેના માટે મતદાન 16 ફેબ્રુઆરીએ થશે. જાફરાબાદમાં શાસક પક્ષે 28 માંથી 16 બેઠકો જીતી છે. બટવામાં કુલ 24 બેઠકોમાંથી, ભાજપે (BJP) 15 બેઠકો પર કબજો કર્યો છે. જ્યારે હાલોલમાં પાર્ટીએ કુલ 26 માંથી 19 બેઠકો પર કબજો કર્યો છે.

ભાજપ (BJP) દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે કોંગ્રેસ(Congress)ના ઉમેદવારો દ્વારા ઉમેદવારી પત્રો પાછા ખેંચી લેવાને કારણે જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન (JMC) ની 60 માંથી 9 બેઠકો પર ભાજપ (BJP)ના ઉમેદવારો બિનહરીફ ચૂંટણી જીતી ગયા છે. કુલ મળીને ભાજપ (BJP)ના 215 ઉમેદવારો બિનહરીફ ચૂંટણી જીત્યા છે. આમાં નગરપાલિકાઓની 196 બેઠકો, જેએમસી(JMC)ની 09 અને તાલુકા પંચાયતોની 10 બેઠકોનો સમાવેશ થાય છે.

વાસ્તવમાં ગુજરાતમાં જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન અને 3 તાલુકા પંચાયતો સહિત 68 નગરપાલિકાઓ માટે મતદાન 16 ફેબ્રુઆરીએ થવાનું છે. ગયા મહિને રાજ્ય ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલા સમયપત્રક મુજબ 4 ફેબ્રુઆરી ઉમેદવારીપત્રો પાછા ખેંચવાની છેલ્લી તારીખ હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: વલસાડમાં પાલિકાની ચૂંટણીને લઈને રાજકીય ઉથલપાથલ

આ પણ વાંચો: બાવળાની સોસાયટીઓમાં રાજકીય પક્ષોએ ચૂંટણી પ્રચાર માટે ‘અંદર આવવું નહીં’નાં લાગ્યાં બેનરો

આ પણ વાંચો: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી, ભાજપે જૂનાગઢના ઉમેદવારની યાદી જાહેર કરી