MANTAVYA Vishesh/ કેન્દ્રનો રૂ. 2000 સુધીના UPI  ટ્રાન્ઝેકશનને પ્રોત્સાહન આપવાનો નિર્ણય

કેન્દ્રીય મંત્રીમંડળે (Cabinet) 2,000 રુપિયા સુધીના UPI ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપવા માટેનો નિર્ણય લીધો છે…. કેન્દ્ર સરકાર ડિજિટલ ચૂકવણીનો (Digital Payment) વધુને વધુ ફેલાવો થાય તેમ ઇચ્છે છે.

Trending Mantavya Vishesh
WhatsApp Image 2025 03 23 at 6.55.25 PM કેન્દ્રનો રૂ. 2000 સુધીના UPI  ટ્રાન્ઝેકશનને પ્રોત્સાહન આપવાનો નિર્ણય

કેન્દ્રીય મંત્રીમંડળે (Cabinet) 2,000 રુપિયા સુધીના UPI ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપવા માટેનો નિર્ણય લીધો છે…. કેન્દ્ર સરકાર ડિજિટલ ચૂકવણીનો (Digital Payment) વધુને વધુ ફેલાવો થાય તેમ ઇચ્છે છે…. આ માટે તે લો વેલ્યુ ટ્રાન્ઝેક્શનને (Low Value Transactions) પણ પ્રોત્સાહન આપવા માંગે છે…. ડિજિટલ ઇન્ડિયાનું (Digital India) સ્વપ્નું લો વેલ્યુ ડિજિટલ ચૂકવણી વગર સાકાર નહીં થાય તે સરકાર સારી રીતે જાણે છે….

સરકારે આ માટે લો વેલ્યુડ UPI ટ્રાન્ઝેક્શન પાછળનો MDR ખર્ચ પોતે વહન કરવાની તૈયારી બતાવી છે….આ માટે સરકારે વર્તમાન નાણાકીય વર્ષ માટે તો રૂ. 1,500 કરોડ તો ફાળવ્યા જ છે, પણ આગામી નાણાકીય વર્ષ માટે પણ તેની ફાળવણી કરવાની તૈયારી બતાવી છે…. આનો સીધો અર્થ એમ થાય કે બેન્કો લો વેલ્યુ UPI ટ્રાન્ઝેક્શનનો ખર્ચ વેપારીઓ પાસેથી નહીં વસૂલે… આના કારણે વેપારીઓને કરવામાં આવતી ડિજિટલ ચૂકવણીને પ્રોત્સાહન મળશે તેમ માનવામાં આવે છે…

Beginners guide to 42 કેન્દ્રનો રૂ. 2000 સુધીના UPI  ટ્રાન્ઝેકશનને પ્રોત્સાહન આપવાનો નિર્ણય

કેન્દ્રીય પ્રધાન અશ્વિની વૈષ્ણવે તે વાતને સમર્થન આપ્યું છે કે નાના UPI ટ્રાન્ઝેક્શન્સને પ્રોત્સાહન આપવાનું સરકાર આગામી નાણાકીય વર્ષમાં પણ જારી રાખશે…. સરકારે જારી રાખેલી પ્રોત્સાહન યોજના હેઠળ નાના વેપારીઓ બે હજાર રૂપિયા સુધીના UPI ટ્રાન્ઝેકશન સ્વીકારશે તો તેને પ્રતિ વ્યવહાર દીઠ 0.15 ટકા કમિશન મળશે….વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અધ્યક્ષ પદ હેઠળ મળેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકે તેના માટે મંજૂરી આપી હતી….

સરકારે અગાઉ જણાવ્યું હતું કે ભારતમાં ડિજિટલ પેમેન્ટમાં નોંધાયેલી ઝડપી વૃદ્ધિમાં રૂપે ડેબિટ કાર્ડ માટે અને લો-વેલ્યુ ભીમ UPI ટ્રાન્ઝેક્શન્સન પ્રોત્સાહન સ્કીમે મહત્વની ભૂમિકા ભજવી છે…. સત્તાવાર આંકડા મુજબ ભારતમાં ડિજિટલ ટ્રાન્ઝેક્શન્સની સંખ્યા નાણાકીય વર્ષ 2021-22ના 8,839 કરોડથી વધીને 2023-24માં 18,737 કરોડ થઈ છે… આમ તેમા 46 ટકાના ચક્રવૃદ્ધિ દરે વધારો નોંધાયો છે…. નાણાકીય વર્ષ 2021-22માં UPI ટ્રાન્ઝેક્શન્સની સંખ્યા 4,597 કરોડ હતી, જે 2023-24ના અંતે વધીને 13,116 કરોડ થઈ છે….

Beginners guide to 43 કેન્દ્રનો રૂ. 2000 સુધીના UPI  ટ્રાન્ઝેકશનને પ્રોત્સાહન આપવાનો નિર્ણય

આમ આગામી નાણાકીય વર્ષના અંત સુધી લો વેલ્યુડ ડિજિટલ ટ્રાન્ઝેક્શનને સરકારી પ્રોત્સાહન જારી રાખવામાં આવશે…. તેના લીધે નાના વ્યવહારો સરળ અને વધુ ખર્ચ અસરકારક બનશે…. ગ્રાહકના સંદર્ભમાં જોઇએ તો તે તે કોઈપણ પ્રકારના વધારાના ખર્ચના વહન વગર આ કામગીરી જારી રાખી શકશે….આમ તે કરિયાણુ, ચા અને અન્ય ચીજવસ્તુઓ ખરીદી શકશે…. તેઓ સ્થાનિક સ્ટોર્સ પર કોઈપણ પ્રકારની વધારાની ચૂકવણી વગર ખરીદી કરી શકશે….

નાના વેપારીઓના સંદર્ભમાં જોઈએ તો પ્રતિ ટ્રાન્ઝેક્શન દીઠ 0.15 ટકાના પ્રોત્સાહનના કારણે તેમને કોઈપણ પ્રકારના વધારાના ખર્ચની ચિંતા કર્યા વગર UPI ચૂકવણી સ્વીકારવામાં મદદ મળશે…. ખાસ કરીને નાના દુકાનદારો, શાકભાજીવાળાઓ, પાથરણાવાળાઓ, ફેરિયાઓ માટે આ બાબત વધારે ઉપયોગી નીવડશે….તેઓ અગાઉ ટ્રાન્ઝેક્શન ફીના કારણે આ પ્રકારનું પેમેન્ટ લેવામાં ખચકાટ અનુભવતા હતા….

Beginners guide to 44 કેન્દ્રનો રૂ. 2000 સુધીના UPI  ટ્રાન્ઝેકશનને પ્રોત્સાહન આપવાનો નિર્ણય

કોઈને પણ થાય કે સરકારની આ પ્રોત્સાહન સ્કીમ કેવી રીતે કામ કરતી હશે…. સરકારની પ્રોત્સાહક સ્કીમ સુનિશ્ચિત કરે છે કે વેપારીઓએ UPI અને સોદા માટે MDR ખર્ચ વેઠવો નહીં પડે…. તેના લીધે તેમના માટે ડિજિટલ પેમેન્ટને વધુ પ્રોત્સાહન મળશે…. ચાર્જની વાત તો બાજુએ રહી પણ તેમને 2,000 રૂપિયાથી નીચેના UPI ટ્રાન્ઝેક્શન માટે પ્રતિ ટ્રાન્ઝેક્શન 0.15 ટકાનું પ્રોત્સાહન મળશે…. જો કે આ ફાયદો ફક્ત નાના વેપારીઓને જ મળશે, તેમા મોટા કારોબારોનો સમાવેશ થતો નથી….

આ યોજનાના સરળ અમલીકરણ માટે સરકારે બેન્કોનું રિઇમ્બર્સમેન્ટ આપવાનું સ્ટ્રકચર ડિઝાઇન કર્યુ છે…. આ સિસ્ટમ મુજબ દરે કવાર્ટરના અંતે બેન્કોએ 80 ટકા ક્લેમ કોઈપણ પ્રકારના વાંધાવિરોધ વગર સ્વીકારી લેવાના છે…. જ્યારે બાકીના 20 ટકા વેપારીઓ દ્વારા પૂરી પાડવામાં આવેલી સર્વિસની ગુણવત્તાના આધારે આપવામાં આવશે…. જો બેન્કનો ટેકનિકલ ડિક્લાઇન 0.75 ટકાથી નીચે હશે તો તેને 10 ટકા બોનસ મળશે….આ જ રીતે બેન્ક 99.5 ટકા સુધી સિસ્ટમ અપટાઇમ સિસ્ટમ જાળવી રાખે તો તેને દસ ટકા બોનસ મળશે….

સરકારનો લક્ષ્યાંક છે કે 2024-25ના નાણાકીય વર્ષમાં વીસ હજાર કરોડ રૂપિયાના નાણાકીય વ્યવહારો પૂરા થાય…. તેની સાથે સરકાર નાના શહેરો અને ગામડાઓમાં પણ UPIનો વિસ્તાર થાય તેમ ઇચ્છે છે…. આ માટે સિસ્ટમને સતત કાર્યરત રાખવી જરૂરી છે અને આ માટે તે અવિરત જારી રહે અને તેમા જરા પણ ભંગાણ ન પડે તે જોવું પણ જરૂરી છે….

સરકારે ડિજિટલ ઇન્ડિયા અભિયાનના ભાગરૂપે લગભગ બધા ક્ષેત્રમાં ડિજિટલ ચૂકવણીને પ્રોત્સાહન આપ્યું છે…. ડિજિટલ ચૂકવણી માટે ડિજિટલ પ્રોત્સાહનમાં પણ સરકાર પ્રતિ વર્ષ સતત વધારો કરતી રહી છે… સરકારે 2021-22માં રૂ. 1,389 કરોડ, 2022-23માં રૂ. 2,210 કરોડ અને 2023-24માં રૂ. 3,631 કરોડની ચૂકવણી વિવિધ સ્વરૂપમાં કરી હતી અને આગામી વર્ષોમાં પણ તે ડિજિટલ ઇન્ડિયાને વેગ આપવા આ ચૂકવણી જારી રાખવાની છે….

સરકારનું માનવું છે કે આ પ્રકારની ડિજિટલ ચૂકવણીના લીધે નાણાકીય વ્યવહારોનો એક રેકોર્ડ સર્જાય છે….તેનાથી નાના દુકાનદારની શાખ બને છે… તેના કારણે ભવિષ્યમાં તેને ધિરાણ લેવું હોય ત્યારે મદદ મળે છે અને નિયમિત રીતે કરવામાં આવતા વ્યવહારના કારણે તેને લોનનો વ્યાજદર નીચો રાખવામાં મદદ મળે છે….તેના સાથે તેને ડિજિટલ લોન પણ ઝડપથી મળે છે…. આના કારણે નાનો વેપારી નાના પાયે તેનો કારોબાર વિસ્તારી શકે છે…. આમ લાંબા સમય સુધીની નિયમિત ડિજિટલ ચૂકવણી તેને ડિજિટલ લોનનો અધિકારી બનાવે છે…. તેના માટે તેણે બેન્ક સુધી ધક્કા ખાવા નહી પડે, પણ ફોન પર જ તેને લોન મળી જશે જે સીધી ખાતામાં જમા થશે…..


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: અમારા મૌનને અમારી નબળાઈ ના સમજોઃ વિક્રમ ઠાકોર

આ પણ વાંચો: 76 લાખ કુટુંબો સરકારી અનાજ પર, 180 ધારાસભ્યોની સંપત્તિ 3,000 કરોડ

આ પણ વાંચો: DRI-ગુજરાત ATSને અમદાવાદમાં મળી ‘સોનાની ખાણ’