Not Set/ માત્ર નવ મિનિટમાં ખુરશી તૈયાર કરે છે આ રોબોટ

સિંગાપુર, ફર્નિચર માટે લાંબી મહેનત અને લાગતો સમય હવે જુના જમાનાની વાતો બની જશે કારણકે હવે  રોબોટ દ્વારા માણસો માટે ખૂબ જ મુશ્કેલ ગણાતુ આ કામ સરળતાથી કરવામાં આવી રહ્યુ છે. સિંગાપુરની નાનયાંગ ટેકનોલોજીકલ યુનિવર્સિટીના  વૈજ્ઞાનિકો દ્વારા તૈયાર કરવામાં આવેલ એક રોબોટ જાણીતી સ્વીસ ફર્નિચર કંપની આઈકીયાની લાકડાની ખુરશીને માત્ર ૮ મિનીટ અને ૫૫ સેકન્ડમાં તૈયાર કરી […]

Tech & Auto
robot khurshi માત્ર નવ મિનિટમાં ખુરશી તૈયાર કરે છે આ રોબોટ

સિંગાપુર,

ફર્નિચર માટે લાંબી મહેનત અને લાગતો સમય હવે જુના જમાનાની વાતો બની જશે કારણકે હવે  રોબોટ દ્વારા માણસો માટે ખૂબ જ મુશ્કેલ ગણાતુ આ કામ સરળતાથી કરવામાં આવી રહ્યુ છે. સિંગાપુરની નાનયાંગ ટેકનોલોજીકલ યુનિવર્સિટીના  વૈજ્ઞાનિકો દ્વારા તૈયાર કરવામાં આવેલ એક રોબોટ જાણીતી સ્વીસ ફર્નિચર કંપની આઈકીયાની લાકડાની ખુરશીને માત્ર ૮ મિનીટ અને ૫૫ સેકન્ડમાં તૈયાર કરી બતાવે છે. આ રોબોટમાં બે આંતરીક હાથ અને ગ્રીપ લગાવવામાં આવ્યા છે.

રોબોટ પોતાના થ્રીડી કેમેરાની મદદથી જમીન પર પડેલ ખુરશીના અલગ અલગ ભાગોની તસ્વીર લે છે અને ગણતરીની મિનિટોમાં તેને જોડીને ખુરશી તૈયાર કરી લે છે. યુનિવર્સિટીના સહાયક પ્રોફેસર અને રોબોટ તૈયાર કરનાર ટીમના પ્રમુખ કુઆંગ કુઓંગે જણાવ્યુ હતું કે, તેમની ટીમ ઓટોમેટિક અને વિમાન નિર્માણ ઉદ્યોગ સાથે મળીને કામ કરી રહી છે. જ્યાં રોબોટનો ઉપયોગ વિમાનના રોજબરોજના કામ માટે કરવામાં આવી શકે છે. પરંતુ જે લોકો આઈકીયાના અન્ય ફર્નિચર જાડવા માટે રોબોટની મદદ લેવા માંગે છે તેમણે થોડુ નિરાશ થવુ પડી શકે છે. કારણકે આ રોબોટ માત્ર ખુરશી જ તૈયાર કરી શકે છે હજી તેનામાં બીજા કોઈ ફીચર નાખવામાં આવ્યા નથી.