ચૈત્ર નવરાત્રિનો પ્રાંરભ આવતીકાલ 6 એપ્રિલથી થઈ રહ્યો છે. ચૈત્રી નવરાત્રિમાં પણ શારદીય નવરાત્રિની જેમ માતાજીના 9 રૂપનું પૂજન અર્ચન કરવામાં આવે છે. ચૈત્ર નવરાત્રિમાં પ્રતપદાએ કળશ સ્થાપન કરવામાં આવે છે. અને ઘટસ્થાપન પ્રતિપ્રદા બાદ કરવામાં આવે છે. પ્રતિપ્રદા તિથી 5 એપ્રિલથી શરૂ થઈ હતી. પાંચ એપ્રિલે 2-21થી 6 એપ્રિલ 3.23 સુધી પ્રતિપ્રદાનો સમય ચાલશે. તમે 6 તારીખે આ મુર્હુતમાં ઘટસ્થાપન કરી શકો છો.
આ છે શુભ મુર્હુત
6 એપ્રિલે સવારે 6.19થી 10.26 સુધી તમે કળશ સ્થાપન કે ઘટસ્થાપન કરી શકો છો
કળશ સ્થાપન માટેની સામગ્રી
માટીનું પાત્ર, લાલ રંગનું આસન, જવ,કળશની નીચે રાખવા માટે માટી, કળશ, નાડાછડી, લવિંગ , કપૂર, કંકુ, આખી સોપારી, ચોખા, આંબા કે આસોપલાવના 5 પાન, નાળિયેર, ચૂંદડી, સિંદુર, ફળફૂલ, માતાજીનો શૃંગાર અને ફૂલની માળા
આ રીતે કરો કળશ સ્થાપન
નવરાત્રિના પ્રથમ દિવસે સ્નાન કરીને સ્વચ્છ કરી મંદિરની સફાઈ કરો અને જમીન પર માતાજીની ચોકી લગાવો
સૌથી પહેલા ભગવાન શ્રી ગણેશજીનું સ્મરણ અને પૂજન કરો.
મા દુર્ગાના નામ સ્મરણ સાથે અખંડ દીવો પ્રજવલિત કરો અને માટીના પાત્રમાં માટી નાખીને તેમાં જવ નાખવા
કળશ પર નાડાછડી બાંધીને તેના પર કંકુથી સ્વસ્તિક બનાવો.
કળશ પર થોડા ટીંપા ગંગાજળ છાંટો અને કળશમાં દૂર્વા, આખી સોપારી, ચોખા તથા સવા રૂપિયો મૂકો.
હવે કળશ પર આસોપાલવ કે આંબાના 5 પાન મૂકીને તેની પર નાળિયેરને લાલ ચૂંદડીમાં લપેટીને મૂકો.
હવે કળશને જવ વાળા માટીના મોટા પાત્ર કે કોડિયામાં વચ્ચોવચ્ચ મૂકી દેવો.
હવે તમે માતાજી સમક્ષ તમારા વ્રતનો સંકલ્પ લઈ શકો છો.
શા માટે કરવામાં આવે છે કળશ સ્થાપના
કળશ સ્થાપનને ઘટ સ્થાપન કરવામાં આવે છે. માન્યતા છેકે કળશ સ્થાપના એ માતા દુર્ગાનું આહ્વાહન છે. અને શક્તિ સ્વરૂપા દેવીની સ્તુતિ અને પૂજન નવરાત્રિમાં શુભ મનાય છે. આ દિવસો દરમિયાન કળશ સ્વરૂપે દેવી ઘરમાં બિરાજમાન રહીને તેમની કૃપા વરસાવે છે.
