પંચકુલા
હરિયાણામાં પંચકુલામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહે રહેતા એક જ પરિવારના ૪ લોકોની હત્યા કરી દેવામાં આવી છે.મરનાર લોકોમાં ૩ બાળકો અને ૧ મહિલા શામેલ છે.
શુક્રવારે મોડી રાત્રે આ ઘટના બની હતી.હત્યાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળ પર પહોચી ગઈ હતી અને ડેડ બોડીને પોસ્ટ મોર્ટમ માટે મોકલી છે.પોલીસે ફોરેન્સિક ટીમને પણ ઘટના સ્થળે બોલાવી હતી.
#Haryana: Four members of a family in Panchkula's Khatauli village murdered last night; Forensic and police teams at the spot of the incident, investigation underway
— ANI (@ANI) November 17, 2018
પોલીસના જણાવ્યા પ્રમાણે મૃતક મહિલા ૬૫ વર્ષીય રાજબાલા છે. મૃતક બાળકોમાં ૧૬ વર્ષીય દીવાંશુ, ૧૨ વર્ષીય વંશ અને ૧૮ વર્ષીય એશ્વર્યા શામેલ છે.
મૃતક મહિલા આ ત્રણ લોકોની દાદી હતી.આ ચારેયની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે.
મૃતક ત્રણેય બાળકો અભ્યાસ કરતા હતા. ૧૬ વર્ષીય દીવાંશુ દશમાં ધોરણમાં, ૧૨ વર્ષીય વંશ છઠ્ઠા ધોરણમાં અને ૧૮ વર્ષીય એશ્વર્યા રાયપુરમાં રાણી ગર્લ્સ કોલેજમાં અભ્યાસ કરતી હતી.
