Chargesheet Filed/ હાથરસ દુષ્કર્મ હત્યા કેસમાં સીબીઆઈએ દાખલ કરી ચાર્જશીટ

દેશભરમાં નિર્ભયા કેસ બાદ બહુચર્ચિત થયેલા ઉત્તર પ્રદેશના હાથરસમાં દુષ્કર્મ અને હત્યાકાંડ મામલાની તપાસ કરી રહેલી સીબીઆઈએ આજે કેસની ચાર્જશીટ દાખલ કરી દીધી છે.

Top Stories India
hathras

દેશભરમાં નિર્ભયા કેસ બાદ બહુચર્ચિત થયેલા ઉત્તર પ્રદેશના હાથરસમાં દુષ્કર્મ અને હત્યાકાંડ મામલાની તપાસ કરી રહેલી સીબીઆઈએ આજે કેસની ચાર્જશીટ દાખલ કરી દીધી છે.સીબીઆઈએ ચાર્જશીટમાં આ કેસમાં પકડાયેલા તમામ ચારે આરોપીઓને બળાત્કાર અને હત્યાના આરોપી સાબિત થયા છે. જણાવી દઈએ કે આ કેસના ચારેય આરોપી સંદીપ, લવકુશ, રવિ અને રામૂ પર ગામની એક દલિત છોકરીના દુષ્કર્મ અને હત્યાનો આરોપ છે.

બંટી ઓર બબલી / PM મોદીની સંસદીય કચેરી વેચવા કઢાઈ..!!…

આ અંગે મીડિયા સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી પ્રમાણે ઉત્તર પ્રદેશના હાથરસમાં ગેંગરેપ અને હત્યાકાંડ મામલાની તપાસ કરી રહેલી સીબીઆઈએ શુક્રવારે ચાર્જશીટ દાખલ કરી દીધી છે. યોગી સરકારે આ કેસ સીબીઆઈને તપાસ માટે સોંપ્યો હતો, જેની સીબીઆઈ છેલ્લા બે મહિનાથી તપાસમાં લાગી હતી. આ મામલાની તપાસ કરી રહેલી સીબીઆઈ પીડિતાના ભાઈને ફોરેન્સિક સાયકલૉજિકલ ટેસ્ટ માટે ગુજરાત લઈને આવશે. આ કેસમાં સાઈકલૉજિકલ એસેસ્મેન્ટ કરવામાં આવશે.

Supreme Court / આ વેબ સીરીઝમાં અશ્લીલ સામગ્રી સંદર્ભે એકતા કપૂર માટે સુપ્રીમ…

હાથરસ કાંડમાં પીડિતાના ભાઈ તરફથી એફઆઈઆર નોંધાવવામાં આવી હતી.આ પહેલા અલ્હાબાદ હાઈકોર્ટની લખનઉ બેંચે હાથરસ મામલે પોતાનો આદેશ સુરક્ષિત રાખતા તપાસની નિષ્પક્ષતા બનાવી રાખવા માટે જિલ્લાધિકારી પ્રવીણ કુમાર વિરુદ્ધ સરકાર દ્વારા કોઈ કાર્યવાહી ન કરવા પર ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. કોર્ટે કેસની આગલી સુનાવણીની તારીખ નક્કી કરતા તે દિવસે સીબીઆઈને આ મામલે પોતાની તપાસના સ્ટેટસ રિપોર્ટ રજુ કરવા માટે આદેશ આપ્યા છે.

Gandhinagar / ડ્રગ્સ કાંડ મામલે દીપિકા સહિતની અભિનેત્રીના ગેજેટ્સમાંથી FSL…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…