અમદાવાદ/ બોપલમાં રહેતા પરિવારને થયો કડવો અનુભવ, ડ્રાય ફ્રુટ્સના બંધ પેકેટમાંથી નીકળી ઇયળો

અમદાવાદમાં સામે આવી છે. શહેરનાં બોપલ વિસ્તારમાં રહેતા એક પરિવારને કડવો અનુભવ થયો છે. બોપલ સ્થિત શાલિગ્રામ શોપિંગ સેન્ટરમાં આવેલી માધવ ડ્રાયફ્રૂટ દુકાનમાંથી મનીષા પટેલ નામની મહિલાએ કાજુ લીધા હતા.

Ahmedabad Gujarat
  • અમદાવાદ: મીઠાઈ બાદ હવે ડ્રાયફુટ ખાતા પહેલા ચેતી જજો
  • નકલી ઘી, નકલી પનીર બાદ હવે ડ્રાયફ્રુટમાં દેખાઈ ઈયળ
  • અમદાવાદના બોપલમાં રહેતા પરિવારને થયો કડવો અનુભવ
  • સાઉથ બોપલના શાલિગ્રામ શોપિંગ સેન્ટરની ઘટના

Ahmedabad News: દિવાળીનો તહેવાર જેમ જેમ નજીક આવી રહ્યો છે તેમ તેમ મીઠાઈ સહિતની વસ્તુઓનું ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. નકલી ઘી, નકલી પનીર બાદ હવે ડ્રાયફુટમાં ઇયળ નીકળવાની ઘટના અમદાવાદમાં સામે આવી છે. શહેરનાં બોપલ વિસ્તારમાં રહેતા એક પરિવારને કડવો અનુભવ થયો છે. બોપલ સ્થિત શાલિગ્રામ શોપિંગ સેન્ટરમાં આવેલી માધવ ડ્રાયફ્રૂટ દુકાનમાંથી મનીષા પટેલ નામની મહિલાએ કાજુ લીધા હતા. જે બાદ ઘરે જઈને પેકેટ ખોલતા તેમાંથી ઈયળ નીકળી હતી. સમગ્ર વિવાદ કોર્પોરેશન સુધી પહોંચતા આરોગ્ય વિભાગે કાર્યવાહી શરુ કરી છે.

શહેરના બોપલ વિસ્તારમાં આવેલી માધવ ડ્રાયફ્રૂટ નામની દુકાનમાંથી ખરીદવામાં આવેલા કાજુ-બદામમાંથી ઈયળ સહિતના જીવજંતુઓ નીકળ્યા હતા. ગ્રાહકે જ્યારે કાજુ બદામ ખરીદ્યા તો તેમાંથી જીવજંતુ નીકળ્યા હતા જેથી તેઓ ફરીથી દુકાન ઉપર ગયા હતા અને જે બરણીમાંથી કાજુ બદામ આપવામાં આવ્યા હતા. તેમાં તપાસ કરતા તેમાં પણ ઈયળ અને જીવજંતુઓ તેમજ ખવાઇ ગયેલી હાલતમાં કાજુ બદામ મળી આવ્યા હતા.

આ મામલે ગ્રાહકે ફરિયાદ કરતા મનપાના ફૂડ વિભાગની ટીમે દુકાનમાં ચેકિંગ કરી અને સેમ્પલ લેવાની પ્રક્રિયા કરી હતી.સમગ્ર વિવાદ કોર્પોરેશન સુધી પહોંચતા આરોગ્ય વિભાગે કાર્યવાહી શરુ કરી છે. જોકે, આ કેસમાં દુકાનદારે ભુલ સ્વીકારી રૂપિયા પરત કર્યા હતા.



આ પણ વાંચો:કુરિયર કંપનીના ત્રણ ડિલીવરી બોયે 1 લાખના પાર્સલ બારોબાર વેચી દીધા

આ પણ વાંચો:ખાદ્ય સામગ્રીમા ભેળસેળ બાબતે મુખ્યમંત્રી લાલ આંખ, કાર્યવાહી કરવાની સ્પષ્ટ સુચના

આ પણ વાંચો:મજાકમાં 19 વર્ષના યુવકના પ્રાઈવેટ પાર્ટમાં ભરી દીધી હવા, થયું મોત

આ પણ વાંચો:લાકડાના રમકડાં બનાવનારની હાલત કફોડી,એક સમયે જામતી હતી ભારે ભીડ