Not Set/ તમિલનાડુના તટીય વિસ્તારોમાં ભારે વરસાદ

તમિલનાડુના તટીય વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે.વરસાદ અને તોફાની પવનોને કારણે તમિલનાડુના કન્યાકુમારીમાં 8 લોકોનાં મોત થયાં છે. વિવિધ સ્થળોએ વૃક્ષો તેમજ થાંભલાઓ ઉખડીને પડ્યા છે.ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશને લોકોને ઘરની બહાર નહીં નીકળવા કહ્યું છે.જિલ્લાના વિવિધ હિસ્સાઓમાં વીજળી નથી.શાળા-કોલેજો પણ બંધ રાખવામાં આવી છે.દક્ષિણ રેલવેના અધિકારીઓએ જણાવ્યું કે અહીંથી પસાર થતી બે ટ્રેન આંશિક રીતે […]

Uncategorized
tamil nadu cyclone તમિલનાડુના તટીય વિસ્તારોમાં ભારે વરસાદ

તમિલનાડુના તટીય વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે.વરસાદ અને તોફાની પવનોને કારણે તમિલનાડુના કન્યાકુમારીમાં 8 લોકોનાં મોત થયાં છે. વિવિધ સ્થળોએ વૃક્ષો તેમજ થાંભલાઓ ઉખડીને પડ્યા છે.ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશને લોકોને ઘરની બહાર નહીં નીકળવા કહ્યું છે.જિલ્લાના વિવિધ હિસ્સાઓમાં વીજળી નથી.શાળા-કોલેજો પણ બંધ રાખવામાં આવી છે.દક્ષિણ રેલવેના અધિકારીઓએ જણાવ્યું કે અહીંથી પસાર થતી બે ટ્રેન આંશિક રીતે અથવા સંપૂર્ણપણે રદ્દ કરવામાં આવી છે.હવામાન વિભાગે પણ આગામી દિવસોમાં તમિલનાડુના તટીય વિસ્તારોમાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે અને કેરળમાં પણ એલર્ટ જાહેર કરાયું છે.