Not Set/ CBI હેડક્વાર્ટર ખાતે ચિદમ્બરમે વિતાવી રાત, આજે બપોરે કરાશે કોર્ટમાં હાજર

INX મીડિયા કેસમાં સંડોવાયેલા કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી.ચિદમ્બરમની આખરે સીબીઆઈ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. સીબીઆઈના મુખ્ય મથક ખાતે અધિકારીઓ દ્વારા ચિદમ્બરમને આખી રાત પુછપરછ કરવામાં આવી હતી. આજે તેમને રાઉઝ એવન્યુ કોર્ટમાં રજૂ કરવામાં આવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર પૂછપરછ દરમિયાન ચિદમ્બરમને રાત્રિભોજન આપવામાં આવ્યું હતું, પરંતુ તેમણે કંઈપણ ખાવાની ના પાડી હતી. એવું કહેવામાં […]

Top Stories India Politics

INX મીડિયા કેસમાં સંડોવાયેલા કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી.ચિદમ્બરમની આખરે સીબીઆઈ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. સીબીઆઈના મુખ્ય મથક ખાતે અધિકારીઓ દ્વારા ચિદમ્બરમને આખી રાત પુછપરછ કરવામાં આવી હતી. આજે તેમને રાઉઝ એવન્યુ કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

સૂત્રોના જણાવ્યા અનુસાર પૂછપરછ દરમિયાન ચિદમ્બરમને રાત્રિભોજન આપવામાં આવ્યું હતું, પરંતુ તેમણે કંઈપણ ખાવાની ના પાડી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે સીબીઆઈએ ચિદમ્બરમને ઘણા સીધા પ્રશ્નો પૂછ્યા. ટીવી ચેનલોના અહેવાલોને આધારે,  ચિદમ્બરમે રાત્રે એકલા ડર લાગે છે, તેમ કહીને લોકઅપમાં જવાની ના પાડી હતી, ત્યારબાદ સીબીઆઈનો એક અધિકારી તેમની સાથે રૂમમાં રોકાયો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે સીબીઆઈની ટીમ હજી ચિદમ્બરમની પૂછપરછ કરી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.