મંત્રીમંડળ/ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની નવી ટીમમાં 27 મંત્રીઓ હશે,3 મહિલા ધારાસભ્યોનું પણ સમાવેશ થઇ શકે છે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના શપથના બે દિવસ બાદ આજે કેબિનેટની રચના થવાની હતી,પરતું  કેટલાક ધારાસભ્યો નારાજ હોવાનું મુલતવી રાખવામાં આવી છે

Top Stories

ગુજરાતમાં મુખ્યમંત્રી બદલ્યા બાદ નવા મંત્રીમંડળના શપથગ્રહણ ગુરુવારે બપોરે 1:30 કલાકે થશે. આમાં, તમામ જૂના મંત્રીઓને હટાવવામાં આવશે. 27 નવા ધારાસભ્યોને મંત્રી બનાવવામાં આવી શકે છે  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના શપથના બે દિવસ બાદ આજે કેબિનેટની રચના થવાની હતી,પરતું  કેટલાક ધારાસભ્યો નારાજ હોવાનું મુલતવી રાખવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર નવી ટીમ 27ની હશે અને તેમાં મહિલાઓ પણ સામેલ હોઇ શકે છે.

અગાઉ આજે બપોરે 2 વાગ્યે યોજાનાર કાર્યક્રમ સાંજ  માટે મુલતવી રાખવામાં આવ્યો હતો. હવે તે ગુરુવારે બપોરે 1:30 વાગ્યે થશે. ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, ડેપ્યુટી સીએમ નીતિન પટેલ ભૂપેન્દ્ર પટેલની નવી ટીમ અંગે નારાજ હોવાનું કહેવાય છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નવું મંત્રીમંડળ ઈચ્છે છે. કેબિનેટમાં મહિલાઓની સંખ્યા પણ વધારી શકાય છે. વિજય રૂપાણી સરકારમાં 11 કેબિનેટ મંત્રીઓમાંથી માત્ર દિલીપ ઠાકોર, ગણપત વસાવા અને જયેશ રાદડિયાને જ નવા કેબિનેટમાં સામેલ કરવામાં આવે તેવી પ્રબળ સંભાવના છે.

ભાજપના એક વરિષ્ઠ નેતાનું કહેવું છે કે ભૂપેન્દ્ર પટેલ નવા મુખ્યમંત્રી છે, તેથી તેમની ટીમમાં નવા સભ્યો પણ હશે. પહેલા એવું કહેવામાં આવી રહ્યું હતું કે તેમના મંત્રીમંડળમાં કેટલાક વરિષ્ઠ મંત્રીઓ હશે, પરંતુ હવે એવું લાગતું નથી.  જાતિ અને પ્રદેશના સમીકરણોને પણ ધ્યાનમાં લેવામાં આવશે. 22 કે 25 સભ્યોને મંત્રીમંડળમાં રાખવાને બદલે, 27 સભ્યોના સમગ્ર મંત્રીમંડળની રચના સંભાવના છે.

આ ધારાસભ્યો મંત્રી બની શકે છે

નીમાબેન આચાર્ય- ભુજ

જગદીશ પટેલ- અમરાઇવાડી

શશીકાંત પંડ્યા – ડીસા

ઋષિકેશ પટેલ- વિસનગર

ગજેન્દ્રસિંહ પરમાર-પ્રાંતિજ

ગોવિંદ પટેલ- રાજકોટ

આર.સી. મકવાણા- મહુવા

જીતુ વારાણી – ભાવનગર

પંકજ દેસાઈ – નડિયાદ

કુબેર ડિંડોર- સંતરામપુર

કેતન ઇનામદાર – સાવલી

મનીષા એડવોકેટ- વડોદરા

દુષ્યંત પટેલ – ભરૂચ

સંગીતા પાટીલ – સુરત

નરેશ પટેલ – ગણદેવી

કનુભાઈ દેસાઈ – પારડી