બીજિંગ
ચીનના શિનજિયાંગ ક્ષેત્રમાં મંગળવારે સવારે 5.5 તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો છે. આ ભૂકંપને લઈને લોકોમાં ભાગદોડ મચી ગઈ હતી. શહેરના રહેવાસીઓનું કહેવું છે કે ભૂકંપના ઝાટકા અનુભવતા લોકો ઘરમાંથી દોડીને રસ્તા પર ભેગા થઇ ગયા હતા.
ચાઈના અર્થકવેક નેટવર્ક સેન્ટર એટલે કે સીઈએનસીના રિપોર્ટ પ્રમાણે ભૂકંપથી કોઈ નુકશાન નોંધાયું નથી. આ ભૂકંપનું કેન્દ્ર જમીનથી આઠ કિલોમીટર નીચે હતું. આ ભૂકંપ સ્થાનિક સમય મુજબ સવારે પાંચ વાગીને 52 મિનિટે શિનજિયાંગ પ્રદેશના કાશગરમાં અનુભવાયો હતો.
જો કે કોઈ નુકશાન ના થયું હોવાથી સરકારે રાહતનો શ્વાસ લીધો હતો પરંતુ તેમને પ્રભાવિત વિસ્તારમાં સ્થિતિનું અવલોકન કરવા માટે બીજા અધિકારી મોકલ્યા છે.
