badminton player/ બેડમિન્ટન ખેલાડીનું 17 વર્ષની વયે હાર્ટ એટેકથી નિધન, જુઓ મોતનો વીડિયો

બેડમિન્ટન રમતી વખતે 17 વર્ષીય ખેલાડીનું મોત થયું છે. આ ખેલાડીનું નામ ઝાંગ ઝીજી છે જેનું બેડમિન્ટન કોર્ટમાં હાર્ટ એટેકથી મૃત્યુ થયું હતું.

Trending Breaking News Sports
YouTube Thumbnail 2024 07 02T133601.273 બેડમિન્ટન ખેલાડીનું 17 વર્ષની વયે હાર્ટ એટેકથી નિધન, જુઓ મોતનો વીડિયો

બેડમિન્ટન રમતી વખતે 17 વર્ષીય ખેલાડીનું મોત થયું છે. આ ખેલાડીનું નામ ઝાંગ ઝીજી છે જેનું બેડમિન્ટન કોર્ટમાં હાર્ટ એટેકથી મૃત્યુ થયું હતું. આનો એક વીડિયો પણ સામે આવ્યો છે. આ ઘટના પર ભારતીય બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ પણ ઉદાસ જોવા મળી હતી.

તમને જણાવી દઈએ કે 17 વર્ષીય ચીની બેડમિન્ટન ખેલાડી ઝાંગ ઝીજીનું કોર્ટમાં હાર્ટ એટેકથી મોત થયું હતું. આ ઘટના રવિવારે મોડી રાત્રે બની હતી. ઝાંગ ઝીજીએ કિન્ડરગાર્ટનમાં બેડમિન્ટન રમવાનું શરૂ કર્યું હતું અને ગયા વર્ષે ચીનની રાષ્ટ્રીય યુવા ટીમમાં તેનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ઈન્ડોનેશિયા (જકાર્તા)માં એક ટુર્નામેન્ટ દરમિયાન ચીનનો બેડમિન્ટન ખેલાડી પહેલા કોર્ટ પર બેહોશ થઈ ગયો અને પછી તેને હાર્ટ એટેક આવ્યો જેના કારણે તેનું મોત થઈ ગયું.

આ પછી આ યુવા ખેલાડીને સ્થળ પર જ સારવાર આપવામાં આવી હતી, પરંતુ કોઈ હલચલ ન જોઈને તેને એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો, પરંતુ રાત્રે તેનું મોત નીપજ્યું હતું. આ ખેલાડીના મૃત્યુ બાદ ભારતીય બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુએ એક પોસ્ટ લખી છે. સિંધુએ લખ્યું હતું આજે દુનિયાએ એક અસાધારણ પ્રતિભા ગુમાવી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: બજરંગ પુનિયાને લાગ્યો મોટો ઝટકો, NADAએ તેને ફરી કર્યો સસ્પેન્ડ

આ પણ વાંચો: ભારતીય મહિલા ક્રિકેટ ટીમે સાઉથ આફ્રિકાનો કર્યો ક્લીન સ્વીપ, વન-ડે શ્રેણી 3-0થી જીતી

આ પણ વાંચો: સાઉથ આફ્રિકાએ રોમાંચક મુકાબલામાં વિન્ડીઝને 3 વિકેટે હરાવ્યું