Not Set/ ચીનના સૈનિકોની ભારતમાં ત્રણ વખત ઘુષણખોરી, મિત્રતાના જુઠ્ઠા વાયદા

ભારત અને ચીન વચ્ચે છેલ્લા ઘણા વર્ષોથી સરહદ પર લડાઈ ચાલુ છે. ચીન હંમેશા ભારત સાથે મિત્રતાના વાયદા કરતું રહે છે પણ તેના ભારત પ્રત્યેના કદમ તેનાથી વિરુદ્ધ છે. આઈટીબીપીના રીપોર્ટ પ્રમાણે ઓગસ્ટ મહિનામાં ચીને ત્રણ વાર ભારતમાં ઘૂષણખોરી કરી છે. ઉત્તરાખંડમાં ચીન દ્વારા બારાહોતીમાં ૬ ઓગસ્ટ, ૧૨ ઓગસ્ટ અને ૧૫ ઓગસ્ટના રોજ ઘુષણખોરી કરવામાં […]

World
RTS19PAX 0 ચીનના સૈનિકોની ભારતમાં ત્રણ વખત ઘુષણખોરી, મિત્રતાના જુઠ્ઠા વાયદા

ભારત અને ચીન વચ્ચે છેલ્લા ઘણા વર્ષોથી સરહદ પર લડાઈ ચાલુ છે. ચીન હંમેશા ભારત સાથે મિત્રતાના વાયદા કરતું રહે છે પણ તેના ભારત પ્રત્યેના કદમ તેનાથી વિરુદ્ધ છે. આઈટીબીપીના રીપોર્ટ પ્રમાણે ઓગસ્ટ મહિનામાં ચીને ત્રણ વાર ભારતમાં ઘૂષણખોરી કરી છે.

ઉત્તરાખંડમાં ચીન દ્વારા બારાહોતીમાં ૬ ઓગસ્ટ, ૧૨ ઓગસ્ટ અને ૧૫ ઓગસ્ટના રોજ ઘુષણખોરી કરવામાં આવી હતી.

સુત્રોના જણાવ્યા અનુસાર ચીનના સૈનિક ભારતની સીમામાં આશરે ૪ કિલોમીટર સુધી અંદર ઘુસી ગયા હતા. એક તરફ ૧૫મી ઓગસ્ટના રોજમાં ભારતમાં આઝાદીની ખુશી મનાવી રહ્યા હતા તો બીજી તરફ ચીનના સૈનિકો દેશમાં ઘુષણખોરી કરી રહ્યા હતા.

ITBP ની સેનાના વિરોધ બાદ ચીનના સૈનિકો તેના દેશ પરત ફર્યા હતા.

તમને જણાવી દઈએ કે આ ઘુષણખોરી પહેલા પણ ડોક્લામને  લઈને ચીન અને ભારત

વચ્ચે વિવાદ થયો હતો. આ વિવાદ ૭૨ દિવસ સુધી ચાલ્યો હતો જેમાં ચીન અને ભારત એકબીજાની સામસામે આવી ગયા હતા. જો કે થોડા સમય બાદ આ મામલાને પૂરો કરી દેવામાં આવ્યો હતો.

ભારત અને ચીન બંને દેશ બોર્ડર પર શાંતિની વાતો કરતા રહે છે પરંતુ હકીકતમાં આ વાત કઈક અલગ જ જમીન પર દેખાઈ રહી છે.