Not Set/ કોલકત્તા પોલિસ દ્રારા સીબીઆઇના 5 ઓફિસરોની અટકાયત બાદ છુટકારો

કોલકાતા કોલકત્તામાં સીબીઆઈ ઓફિસની બહાર હાઈ વોલ્ટેજ ડ્રામા ચાલ્યો હતો. કોલકત્તા પોલીસે સીબીઆઈની ટીમની અટકાયત કરી છે તો સામે પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનરજીએ આક્ષેપ કર્યો છે કે ઈમરજન્સી કરતાં ખરાબ પરિસ્થિતિ સર્જાઈ છે. કોલકત્તામાં જ્યાં સીબીઆઈની ઓફિસ આવેલી છે એ સમગ્ર વિસ્તારને કોલકત્તા પોલીસે ઘેરી રાખ્યો છે. મમતા બેનરજીએ જાહેરાત કરી છે કે તેઓ […]

Top Stories India

કોલકાતા

કોલકત્તામાં સીબીઆઈ ઓફિસની બહાર હાઈ વોલ્ટેજ ડ્રામા ચાલ્યો હતો. કોલકત્તા પોલીસે સીબીઆઈની ટીમની અટકાયત કરી છે તો સામે પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનરજીએ આક્ષેપ કર્યો છે કે ઈમરજન્સી કરતાં ખરાબ પરિસ્થિતિ સર્જાઈ છે. કોલકત્તામાં જ્યાં સીબીઆઈની ઓફિસ આવેલી છે એ સમગ્ર વિસ્તારને કોલકત્તા પોલીસે ઘેરી રાખ્યો છે.
મમતા બેનરજીએ જાહેરાત કરી છે કે તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહની આપખુદશાહી સામે ઘરણાં યોજશે.
મળતી માહિતી અનુસાર રોજવેલી અને શારદા ચીટફંડ કેસમાં હવે પશ્ચિમ બંગાળ પોલીસ અને સીબીઆઇ આમને સામને આવી ગઇ છે. રવિવારે સીબીઆઇ કોલકત્તા પોલીસ કમિશનર રાજીવ કુમારની પૂછપરછ માટે તેમના નિવાસ સ્થાને પહોંચી હતી. પરંતુ કોલકતા પોલીસે શહેરના પોલીસ કમિશનરના ઘરમાં જતા સીબીઆઇની ટીમનો રસ્તો રોક્યો હતો. અને CBIની ટીમની અટકાયત કરી લેવાય છે. આ સમયે ઘટના સ્થળે કોલકતા પોલીસના બે ડીસીપી પણ હાજર હતા. સીબીઆઇની ટીમ કાર્યવાહી કરવા માટે અહીં પહોંચી હતી. પરંતુ બે પોલીસ અધિકારીઓએ સીબીઆઇની ટીમ પાસે વોરંટ માગ્યું હતું.
કોલકત્તા પોલિસ સીબીઆઈના સંયુક્ત ડિરેક્ટર પંકજ શ્રીવાસ્તવની ધરપકડ કરવા તેમના ઘરે રવાના થઈ હોવાના અહેવાલ છે. સીબીઆઈના સૂત્રો અનુસાર કમિશનરના ઘરેથી મહત્વના ડોક્યુમેન્ટ નષ્ટ કરવામાં આવી શકે તેમ છે.

સૂત્રો અનુસાર સીબીઆઈ દ્વારા રાજ્યપાલને પણ સમગ્ર મામલે દરમ્યાનગીરી કરવા રજૂઆત કરવામાં આવી હોવાનું બિનસત્તાવાર રીતે જાણવા મળે છે.
બીજી તરફ સીબીઆઇની બીજી ટીમ પાર્ક સ્ટ્રીટ પોલીસ સ્ટેશને પહોંચી હતી. આ ઘટના બાદ ટીએમસી નેતા ડેરેક ઓ બ્રાયને આરોપ લગાવ્યો હતો કે સીબીઆઇની 40 અધિકારીઓની ટીમે પોલીસ કમિશનરને ઘેરી લીધા હતા. સીબીઆઇની ટીમ કોલકતા પોલીસ કમિશનર રાજીવ કુમારની પૂછપરછ માટે તેમની શોધખોળ કરી રહી છે. અધિકારીઓ મુજબ સીબીઆઇની ટીમ રાજીવ કુમારની ધરપકડ પણ કરી શકે છે. સીબીઆઇ કેટલાક મહત્વના દસ્તાવેજ ગાયબ થવાના મામલે રાજીવ કુમારની પૂછપરછ કરવા ઇચ્છતી હતી. જો કે રાજીવ કુમાર સીબીઆઇની નોટિસનો કોઇ જવાબ આપી રહ્યા નથી.

ચિટફંડ કૌભાંડ મામલે  સીબીઆઈ કોલકતા પોલીસ કમિશનર રાજીવ કુમારના ઘરે પહોંચી હતી. સ્થળ પર કોલકતા પોલીસના બે  ડીપીસી હાજર છે.  કોલકતા પોલીસે સીબીઆઈ પાસેથી વોરંટ માંગી હતી અને પોલીસ અધિકારીઓએ સીબીઆઈની ટીમની અંદર જતા રોક્યા હતા.

એવું જાણવા મળ્યું છે, કે સીબીઆઈની ટીમ અને પોલીસ વચ્ચે તકરાર પણ થઈ હતી. બાદમાં, કોલકાતા પોલીસે સીબીઆઈની ટીમ ધરપકડ કરી લીધી છે. પોલીસે પાંચ સીબીઆઈ અધિકારીઓની ધરપકડ કરી  છે. વિધાનનગર પોલીસે સીજીઓ કૉમ્પ્લેક્સ સ્થિત  સીબીઆઈની ઑફિસ પણ કબજે કરી લીધી છે.

 

સીબીઆઈનું  કહેવું છે કે, અમને તપાસથી રોકવામાં આવ્યા હતા.  તપાસ જરૂરી છે કેમકે, સીબીઆઈને ડર છે કે દસ્તાવેજનો  નાશ થવાનો  ભય છે. સીબીઆઈ આ બાબતમાં પશ્ચિમ બંગાળના રાજ્યપાલને દખલ કરવા માંગ કરી શકે છે. સીબીઆઈ સેન્ટ્રલ સિક્યુરિટી ફોર્સની માંગ પણ કરી શકે છે.  આ દરમિયાન પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનરજી પોલીસ કમિશનર રાજીવ કુમારના ઘરે પહોંચી ગયા છે. ત્યાં મુખ્ય પ્રધાન મમતા બેનરજી રાજ્યના ટોચના અધિકારીઓ સાથે બેઠક કરી રહ્યા છે.