Not Set/ અંબાલા એરબેઝ પર લેન્ડ પાંચેય રાફેલ ફાઇટર જેટ, વોટર સેલ્યુટ સાથે કરાયું સ્વાગત

  ભારતીય વાયુસેનાની તાકાતમાં આજે વધારો થયો છે. ફ્રાન્સથી ઉડાન ભર્યા પછી પાંચ રાફેલ લડાકુ વિમાન ભારતીય જમીન પર પહોંચી ગયા છે. રાફેલ વિમાન બુધવારે હરિયાણાનાં અંબાલા એરબેઝ પર ઉતર્યું હતું, જ્યાં તેમનું વોટર સેલ્યુટથી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ દરમિયાન એરફોર્સ ચીફ આર.કે.એસ. ભદૌરીયા પણ હાજર રહ્યા હતા. ફ્રાંસથી પ્રાપ્ત થનારા રાફેલ વિમાનોની આ […]

India

 

ભારતીય વાયુસેનાની તાકાતમાં આજે વધારો થયો છે. ફ્રાન્સથી ઉડાન ભર્યા પછી પાંચ રાફેલ લડાકુ વિમાન ભારતીય જમીન પર પહોંચી ગયા છે. રાફેલ વિમાન બુધવારે હરિયાણાનાં અંબાલા એરબેઝ પર ઉતર્યું હતું, જ્યાં તેમનું વોટર સેલ્યુટથી સ્વાગત કરવામાં આવ્યું હતું.

આ દરમિયાન એરફોર્સ ચીફ આર.કે.એસ. ભદૌરીયા પણ હાજર રહ્યા હતા. ફ્રાંસથી પ્રાપ્ત થનારા રાફેલ વિમાનોની આ પહેલી ખેંપ છે. આ વિમાનોએ મંગળવારે ફ્રાંસથી ઉડાન ભરી હતી, ત્યારબાદ તેઓ યુએઈમાં રોકાઈ ગયા હતા અને બુધવારે બપોરે અંબાલા પહોંચ્યા હતા.