રાજસ્થાનનાં રાજકીય સંકટને લઇને મુખ્યમંત્રી અશોક ગેહલોત અને રાજ્યપાલ કલરાજ મિશ્રા વચ્ચે ગતિરોધ ઓછો થવાનુ નામ નથી લઇ રહ્યો. 31 જુલાઇએ મુખ્યમંત્રી રાજ્યપાલને ચાર વખત વિધાનસભા સત્ર બોલાવવા માટે મળ્યા છે. રાજ્યપાલે ફરી એકવાર પુનરોચ્ચાર કર્યો છે કે વિધાનસભા સત્ર બોલાવવા 21 દિવસની નોટિસ જરૂરી છે. એટલે કે, રાજ્યપાલ કહે છે કે જો તમે “વિશ્વાસ મત લાવવા માંગતા હોવ, તો પ્રારંભિક વિધાનસભા સત્ર બોલાવી શકાય છે નહીં તો 21 દિવસની નોટિસ પર સત્ર બોલાવી શકાય છે, જ્યારે ગેહલોત સરકાર કહે છે કે તેઓ “વિશ્વાસનો મત”લાવવા માંગતા નથી. તેમની પાસે બહુમતી છે.
રાજ્યપાલ દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે, જો સરકાર વિશ્વાસ મત લાવવા માંગે છે, તો તે કોરાના વાયરસનાં રોગચાળાને પગલે ‘સામાજિક અંતર‘ બાદ, સંક્ષિપ્તમાં વિધાનસભા સત્ર બોલાવી શકે છે. કોંગ્રેસ દ્વારા આવું ન થવા દેવા અંગે આકરા પ્રત્યાઘાત પડ્યા છે. ચીફ વ્હિપ મહેશ જોશીએ કહ્યું કે, રાજ્યપાલ આખરે સત્ર બોલાવવા સંમત કેમ નથી? કોરોના કોઈ મુદ્દો નથી. રાજસ્થાનમાં કોરોના સંદર્ભમાં સારો રિકવરી રેટ છે. અમને ફ્લોર ટેસ્ટની ક્યા જરૂર છે? અમે બહુમતીમાં છીએ. જો રાજ્યપાલને શંકા હોય તો તે અમને ફ્લોર ટેસ્ટનો નિર્દેશ આપી શકે છે. તેમણે કહ્યું કે રાજ્યપાલ એવા પ્રશ્નો પૂછે છે જે તેમના અધિકારક્ષેત્રમાં આવતા નથી. અમારી પાસે સંપૂર્ણ બહુમતી છે અને અમે રાજ્યપાલને પણ આ વિશે જાણ કરી છે.
રાજસ્થાનનાં મુખ્યમંત્રી ગેહલોતે મંગળવારે રાજ્યપાલને વિધાનસભા સત્ર માટે 31 જુલાઇથી એક નવો પ્રસ્તાવ મોકલ્યો હતો. ગેહલોતનાં પ્રથમ પ્રસ્તાવને રાજ્યપાલ દ્વારા ત્રણ શરતો સાથે પરત કરવામાં આવ્યો હતો. રાજભવન દ્વારા જારી કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે મહામહિમની સલાહ છે કે વિધાનસભા સત્ર માટે 21 દિવસની નોટિસ આપવામાં આવે. જો વિશ્વાસ મતનો સમય આવે છએ તો તેનુ લાઇવ પ્રસારણ કરવામાં આવે અને કોરોનાથી બચવા માટે 200 ધારાસભ્યો અને ઓછામાં ઓછા 100 અધિકારીઓનાં સોશિયલ ડિસ્ટેસિંગનાં બંદોબસ્તનું ધ્યાન રાખવામાં આવે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
