Not Set/ રાજસ્થાન/ ઓડિયો ટેપ બાદ વીડિયો ટેપથી રાજકારણ ગરમાગરમ, શું વાતો થઇ સ્પિકર અને ગેહલોત વચ્ચે…

રાજસ્થાનના રાજકારણમાં ઓડિઓ ટેપ બાદ, નવી વીડિયો ક્લિપ હંગામો મચાવવી રહી છે. હકીકતમાં, ગત બુધવારે સ્પીકર સી.પી.જોશી અને મુખ્ય પ્રધાન અશોક ગેહલોતના પુત્ર વૈભવ ગેહલોત વચ્ચે સ્પિકરનાં ઘરે મુલાકાત થઇ હતી. મુલાકાત દરમિયાન સ્પીકરે કહ્યું કે “પરિસ્થિતિ મુશ્કેલ છે. જો 30 માણસો(ધારાસભ્યો) ચાલ્યા જાય છે, તો તમે(કોંગ્રેસ સરકાર) કંઈ કરી શકતા નથી. આવુ થયુ હોતતો સરકાર પડી હોત.” ઉલ્લેખનીય છે કે, ગત રોજ સ્પીકર સી.પી.જોશીનો જન્મદિવસ […]

Uncategorized
e8753cde939cf1d13ee7bb71d0f109a0 1 રાજસ્થાન/ ઓડિયો ટેપ બાદ વીડિયો ટેપથી રાજકારણ ગરમાગરમ, શું વાતો થઇ સ્પિકર અને ગેહલોત વચ્ચે...

રાજસ્થાનના રાજકારણમાં ઓડિઓ ટેપ બાદ, નવી વીડિયો ક્લિપ હંગામો મચાવવી રહી છે. હકીકતમાં, ગત બુધવારે સ્પીકર સી.પી.જોશી અને મુખ્ય પ્રધાન અશોક ગેહલોતના પુત્ર વૈભવ ગેહલોત વચ્ચે સ્પિકરનાં ઘરે મુલાકાત થઇ હતી. મુલાકાત દરમિયાન સ્પીકરે કહ્યું કે “પરિસ્થિતિ મુશ્કેલ છે. જો 30 માણસો(ધારાસભ્યો) ચાલ્યા જાય છે, તો તમે(કોંગ્રેસ સરકાર) કંઈ કરી શકતા નથી. આવુ થયુ હોતતો સરકાર પડી હોત.”

ઉલ્લેખનીય છે કે, ગત રોજ સ્પીકર સી.પી.જોશીનો જન્મદિવસ હતો. આ પ્રસંગે વૈભવ ગેહલોતે તેમની મુલાકાત લીધી હતી. આ દરમિયાન બંનેએ રાજસ્થાન સરકાર વિશે ખુલીને ચર્ચા કરી હતી. આ વાતચીતમાં સ્પીકર સી.પી. જોશીએ ઘણા રહસ્યો ખોલ્યા હતા.

સી.પી.જોષી કેમેરાની સામે પૂરતી કાળજી લીધા વગર વાત કરી રહ્યો હતો. પછી વાતચીતની અનસેન્સર્ડ ટેપ સ્પિકરનાં બેદરકારી ભર્યા વર્તન સાથે તેના સ્ટાફે મીડિયાને મોકલી આપી. આપને જણાવી દઈએ કે રાજસ્થાનમાં 14 ઓગસ્ટથી વિધાનસભાના અધિવેશનને સરકારના પ્રસ્તાવને રાજ્યપાલની મંજૂરી મળી ગઈ છે. 

ભાજપે ગેહલોત સરકાર પર નિશાન સાધ્યું
વીડિયો બહાર આવ્યા બાદ ભારતીય જનતા પાર્ટીએ (ભાજપ) ગહેલોત સરકાર પર હુમલો કર્યો હતો. ભાજપના પ્રદેશ અધ્યક્ષ સતીષ પૂનીયાએ કહ્યું કે, સ્પીકર સી.પી.જોશી અને વૈભવ ગેહલોત, ગહેલોત સરકારને બચાવવા માટે સૌથી વધુ ચિંતિત છે. આ વિડિઓ સ્પીકરની ભૂમિકા તેમજ સમગ્ર સરકારની કામગીરી અંગે પ્રશ્નો ઉભા કરે છે.

ભાજપના પ્રદેશ અધ્યક્ષ સતિષ પૂનીયાએ જણાવ્યું હતું કે ફ્લોર પરીક્ષણો સમયસર માંગ કરવામાં આવશે. અત્યારે અમે સરકારના દાવપેંચ જોઇ રહ્યા છીએ, તેઓ શું કરવા જઈ રહ્યા છે. સકારાત્મક વિરોધપક્ષ તરીકેની અમારી ભૂમિકા રાજસ્થાન માટે સકારાત્મક રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews