Not Set/ સુશાંતસિંહ સુસાઇડ કેેસ/ બિહારનાં મંત્રી બોલ્યા- રિયા ચક્રવર્તી છે બોલિવૂડની વિષકન્યા

  બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાનાં કેસમાં નવા ખુલાસાઓ સામે આવી રહ્યા છે. એક તરફ, મુંબઈ પોલીસ જુદા જુદા પાસાઓથી આ કેસની તપાસમાં સામેલ છે, જ્યારે સમગ્ર મામલાની સીબીઆઈ તપાસની સતત માંગ કરવામાં આવી રહી છે. બિહારનાં તમામ મોટા રાજકીય પક્ષોએ આ મામલે સીબીઆઈ તપાસની માંગ કરી છે. બીજી તરફ, આ કેસમાં અભિનેત્રી રિયા […]

India
a1e81a0d0821a3362d2ded84a0a91d4f સુશાંતસિંહ સુસાઇડ કેેસ/ બિહારનાં મંત્રી બોલ્યા- રિયા ચક્રવર્તી છે બોલિવૂડની વિષકન્યા
a1e81a0d0821a3362d2ded84a0a91d4f સુશાંતસિંહ સુસાઇડ કેેસ/ બિહારનાં મંત્રી બોલ્યા- રિયા ચક્રવર્તી છે બોલિવૂડની વિષકન્યા 

બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાનાં કેસમાં નવા ખુલાસાઓ સામે આવી રહ્યા છે. એક તરફ, મુંબઈ પોલીસ જુદા જુદા પાસાઓથી આ કેસની તપાસમાં સામેલ છે, જ્યારે સમગ્ર મામલાની સીબીઆઈ તપાસની સતત માંગ કરવામાં આવી રહી છે. બિહારનાં તમામ મોટા રાજકીય પક્ષોએ આ મામલે સીબીઆઈ તપાસની માંગ કરી છે. બીજી તરફ, આ કેસમાં અભિનેત્રી રિયા ચક્રવર્તીને ગંભીર આરોપોનો સામનો કરવો પડી રહ્યો છે.

સુશાંત સિંહ રાજપૂતનાં પિતા કે.કે.સિંહે રિયા પર પટણામાં એફઆઈઆરની સાથે પુત્રને આત્મહત્યા માટે ઉકસાવવાનો સનસનાટીભર્યો આરોપ લગાવ્યો છે. જે બાદ પટણા પોલીસની ટીમ પણ મુંબઈ પહોંચી ગઈ છે. દરમિયાન, બિહાર સરકારનાં એક મંત્રીએ રિયા ચક્રવર્તીને બોલીવુડની વિષકન્યા ગણાવી છે. બિહાર સરકારનાં આયોજન અને વિકાસ વિભાગનાં મંત્રી મહેશ્વર હજારીએ એક ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં રિયા ચક્રવર્તી પર ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે કહ્યું કે રિયા ચક્રવર્તી માત્ર સોપારી કિલર જ નહીં, પણ બોલિવૂડની વિષકન્યા છે. જેણે સુશાંતસિંહ રાજપૂતનો જીવ લઇ લીધો. મહેશ્વર હજારીએ વધુમાં કહ્યું કે, તે પોતાની મહત્વાકાંક્ષા માટે આગળ ખબર નહી ઘણા લોકોને મારી નાખશે. આવા સોપારી કિલરપર વહેલી તકે કાર્યવાહી થવી જોઈએ.

મંત્રી મહેશ્વર હજારેએ બોલિવૂડની કેટલીક હસ્તીઓને પણ નિશાન બનાવી છે. તેમણે આરોપ લગાવ્યો કે રિયા ચક્રવર્તીને બચાવવામાં બોલિવૂડની ગેંગ સામેલ છે. રિયા આ લોકો માટે સુપારી કિલરનું કામ કરે છે. તેમણે કહ્યું કે આવા કલાકારો કે જેઓ આ ગેંગની વાત નથી સાંભળતા તેમને ફસાવીને આવા જ પગલા ભરવાની ફરજ પાડે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.