Not Set/ દિલ્હીનાં વેલકમ વિસ્તારમાં ટીવી એન્કરે ફાંસી લગાવીને જીવન ટૂકાવ્યું

શુક્રવારે સવારે, પૂર્વ દિલ્હીના વેલકમ વિસ્તારમાં એક ટીવી એન્કરે તેના ઘરે ફાંસી લગાવીને આત્મ હત્યા કરી દીધી હતી. મૃતક ટીવી એન્કરની ઓળખ પ્રિયંકા જુનેજા તરીકે થઈ છે. પોલીસને તેની પાસેથી કોઈ સ્યુસાઇડ નોટ મળી નથી. પોસ્ટમોર્ટમ બાદ પ્રિયંકાની લાશ તેના પરિવારનાં સભ્યોને સોંપવામાં આવી છે. તેની આત્મહત્યાનાં કારણો શોધી કાઠવામાં આવી રહ્યા છે. પ્રિયંકા જુનેજાએ […]

India
45070ded021b64f4d497f4172ffa31b2 દિલ્હીનાં વેલકમ વિસ્તારમાં ટીવી એન્કરે ફાંસી લગાવીને જીવન ટૂકાવ્યું
45070ded021b64f4d497f4172ffa31b2 દિલ્હીનાં વેલકમ વિસ્તારમાં ટીવી એન્કરે ફાંસી લગાવીને જીવન ટૂકાવ્યું

શુક્રવારે સવારે, પૂર્વ દિલ્હીના વેલકમ વિસ્તારમાં એક ટીવી એન્કરે તેના ઘરે ફાંસી લગાવીને આત્મ હત્યા કરી દીધી હતી. મૃતક ટીવી એન્કરની ઓળખ પ્રિયંકા જુનેજા તરીકે થઈ છે. પોલીસને તેની પાસેથી કોઈ સ્યુસાઇડ નોટ મળી નથી. પોસ્ટમોર્ટમ બાદ પ્રિયંકાની લાશ તેના પરિવારનાં સભ્યોને સોંપવામાં આવી છે. તેની આત્મહત્યાનાં કારણો શોધી કાઠવામાં આવી રહ્યા છે.

પ્રિયંકા જુનેજાએ આત્મહત્યા કેમ કરી તે હજી બહાર આવ્યું નથી. પ્રિયંકાએ ઘણી ખાનગી ચેનલોમાં કામ કર્યું હતું. હાલમાં તે હરિયાણાની એક યુટ્યુબ ચેનલમાં એન્કર તરીકે કામ કરી રહી હતી. પોલીસ પ્રિયંકાનાં પરિવારજનોની પૂછપરછ કરીને મોતનાં કારણની તપાસ કરી રહી છે. પ્રારંભિક તપાસમાં ખુલાસો થયો છે કે પ્રિયંકા તેની નોકરીથી ખૂબ જ પરેશાન હતી.

નોંધપાત્ર વાત એ છે કે, ગયા મહિને, 16 વર્ષિય ટિકટોક સ્ટાર યુવતી દિલ્હીમાં તેના ઘરમાંથી મૃત હાલતમાં મળી આવી હતી. યુવતીનાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટિકટોક અને ઇન્સ્ટાગ્રામ પર મોટી સંખ્યામાં ફોલોઅર્સ હતા. પોલીસે યુવતીની આપઘાત કરી લીધો હોવાની પુષ્ટિ કરી હતી. યુવતીની પાસેથી કોઈ સ્યુસાઇડ નોટ મળી નથી, જેના કારણે તેની આત્મહત્યા કરવાનું કારણ હજી જાણવા મળ્યું નથી. યુવતીનાં ઇન્સ્ટાગ્રામ પર એક લાખથી વધુ લોકો હતા, જ્યારે ટિકટોકમાં 11 લાખથી વધુ ફોલોઅર્સ હતા. તેણે આત્મહત્યા કરતા 20 કલાક પહેલા જ ટિકટોક પર ડાન્સનો વીડિયો પણ મૂક્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.