Not Set/ મીટ લઇને જઇ રહેલા શખ્સને કથિત ગૌ રક્ષકોએ માર્યો ઢોર માર, હથોડીથી માથા પર કર્યો હુમલો

  દિલ્હીની બાજુમાં આવેલા ગુરુગ્રામ, સાયબર સિટીમાં ગુંડાગીરીનાં એવા ફોટા સામે આવી રહ્યા છે, જે દરેકને કંપાવી દેશે. ગુરુગ્રામમાં સવારે નવ વાગ્યાનાં સુમારે કેટલાક કથિત ગૌ રક્ષકોએ માંસથી ભરેલી પીકઅપ કારને કેટલાક કિલોમીટર સુધી પીછો કરી પકડી લીધી હતી અને ત્યારબાદ ડ્રાઇવરને નીચે ઉતારીને તેને હથોડાથી માર મારવાનું શરૂ કર્યું હતું. કોઇ શખ્સે આ ઘટનાનો […]

India
0c516ab8cd0e3300f72c3d3e8af0d960 1 મીટ લઇને જઇ રહેલા શખ્સને કથિત ગૌ રક્ષકોએ માર્યો ઢોર માર, હથોડીથી માથા પર કર્યો હુમલો
 

દિલ્હીની બાજુમાં આવેલા ગુરુગ્રામ, સાયબર સિટીમાં ગુંડાગીરીનાં એવા ફોટા સામે આવી રહ્યા છે, જે દરેકને કંપાવી દેશે. ગુરુગ્રામમાં સવારે નવ વાગ્યાનાં સુમારે કેટલાક કથિત ગૌ રક્ષકોએ માંસથી ભરેલી પીકઅપ કારને કેટલાક કિલોમીટર સુધી પીછો કરી પકડી લીધી હતી અને ત્યારબાદ ડ્રાઇવરને નીચે ઉતારીને તેને હથોડાથી માર મારવાનું શરૂ કર્યું હતું.

કોઇ શખ્સે આ ઘટનાનો વીડિયો મોબાઇલ પર બનાવ્યો હતો. જેમાં તે સ્પષ્ટ રીતે જોવા મળી રહ્યું છે કે કથિત ગૌ રક્ષક કેટલી ક્રૂરતાથી વાહન ચાલકને માર મારી રહ્યા છે. એટલું જ નહીં, આ ઘટના ગુરુગ્રામ પોલીસ જવાનોની સામે અને ડઝનેક લોકોની સામે બની હતી, પરંતુ કોઈએ તેને બચાવવાની તસ્દી લીધી નહોતી. માણસ કેટલો નિર્દઇ બની ગયો છે તેનો આ એક ઉદાહરણ છે. કથિત ગાય રક્ષકોએ બાદશાહપુર શહેરમાંથી લગભગ 8 કિ.મી. સુધી પીકઅપ વાહનનો પીછો કર્યો હતો અને તેને ગુરુગ્રામની જુમ્મા મસ્જિદ નજીક પકડ્યો હતો, ત્યારબાદ ડ્રાઇવરને મસ્જિદની નજીકમાં બેફામ માર મારવામાં આવ્યો હતો.

પીકઅપ ડ્રાઇવર લુકમાનને અધમરો કર્યા બાદ કથિત ગૌ રક્ષકોએ તેને કારમાં બેસાડીને તેનું અપહરણ કરીને તેને લઇ ગયા અને ફરી બાદશાહપુર તરફ લઇ જઇને મારવા લાગ્યા. ત્યારે બાદશાહપુર પોલીસ સ્ટેશનની પોલીસ આવી જે પછી લુકમાન બચાવી લીધો અને પોલીસ વાનમાં બેસાડ્યો. દરમિયાન કથિત ગૌ રક્ષકો પોલીસકર્મીઓ સાથે પણ વાદ વિવાદ કરવા લાગ્યા હતા. આ ઘટનાની જાણકારી મળ્યા બાદ સોહનાનાં ભાજપનાં ધારાસભ્ય સંજય સિંહ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને ઈજાગ્રસ્તને રસ્તા પર પડેલો જોતા રહ્યા હતા પરંતુ કોઈએ તેમને હોસ્પિટલમાં મોકલવા જરૂરી સમજ્યુ નહોતુ.

પોલીસે ઈજાગ્રસ્તને હોસ્પિટલમાં ખસેડ્યો હતો જ્યાં તેની સારવાર ચાલી રહી છે. ઘાયલ લુકમાનનાં નિવેદનનાં આધારે પોલીસે અનેક કલમોમાં અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધ્યો છે પરંતુ હજુ સુધી કોઈની ધરપકડ કરી નથી. વાહનનાં માલિકનો દાવો છે કે તે છેલ્લા 50 વર્ષથી માંસનો ધંધો કરે છે અને આ વાહનમાં ભેંસનું માંસ લાવવામાં આવતું હતું. પોલીસે કથિત ગૌ રક્ષકો વિરુદ્ધ ગુનો નોંધ્યો છે અને માંસનો સેમ્પલ લેબ પાસે તપાસ માટે મોકલી આપ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.