Not Set/ જાણો, કોણે અસદુદ્દીન ઓવૈસીને રામ મંદિર ‘ભૂમિ પૂજન’ માટે આપ્યું આમંત્રણ

તેલંગાણાના ભાજપના નેતા અને મુખ્ય પ્રવક્તા કૃષ્ણા સાગર રાવે એઆઈએમઆઈએમ વડા અસદુદ્દીન ઓવૈસીને અયોધ્યામાં રામ મંદિરના ‘ભૂમિપૂજન’માં હાજરી આપવા આમંત્રણ આપ્યું છે. રાવે કહ્યું કે રામ મંદિરના ભૂમિપૂજન અયોધ્યામાં કરવામાં આવશે અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમાં ભાગ લેશે અને ભવ્ય રામ મંદિરના નિર્માણ કાર્ય શરૂ કરવા માટેનો પાયો નાખશે. ભગવાન રામના જન્મસ્થળ પર ભવ્ય […]

Uncategorized
22c2333aa7c680febe1600b91e79a432 1 જાણો, કોણે અસદુદ્દીન ઓવૈસીને રામ મંદિર 'ભૂમિ પૂજન' માટે આપ્યું આમંત્રણ

તેલંગાણાના ભાજપના નેતા અને મુખ્ય પ્રવક્તા કૃષ્ણા સાગર રાવે એઆઈએમઆઈએમ વડા અસદુદ્દીન ઓવૈસીને અયોધ્યામાં રામ મંદિરના ‘ભૂમિપૂજન’માં હાજરી આપવા આમંત્રણ આપ્યું છે.

રાવે કહ્યું કે રામ મંદિરના ભૂમિપૂજન અયોધ્યામાં કરવામાં આવશે અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમાં ભાગ લેશે અને ભવ્ય રામ મંદિરના નિર્માણ કાર્ય શરૂ કરવા માટેનો પાયો નાખશે. ભગવાન રામના જન્મસ્થળ પર ભવ્ય રામ મંદિર બનાવવામાં આવી રહ્યું છે, ભાજપને તેનો ગર્વ છે. રાવે કહ્યું કે આ આપણા કાર્યકાળમાં થઈ રહ્યું છે, જેણે વિશ્વભરના કરોડો હિન્દુઓના સપના પૂરા કર્યા છે.

તેમણે કહ્યું કે વામપંથી અને એઆઈએમઆઈએમ જેવા ‘નાના જૂથો’ દ્વારા ઉઠાવવામાં આવેલા વાંધા ‘તુચ્છ’ છે. તેમણે કહ્યું કે મને નથી લાગતું કે કોઈએ આવા પાયાવિહોણા આરોપો અને વાંધાના જવાબ આપવાની જરૂર છે કારણ કે ભારતનું બંધારણ દરેક નાગરિકને ધર્મ પાળવાની સ્વતંત્રતા પ્રદાન કરે છે. આપને જણાવી દઈએ કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી 5 ઓગસ્ટે અયોધ્યામાં રામ મંદિરનો શિલાન્યાસ કરવા જઈ રહ્યા છે.

તેમણે કહ્યું કે હું ભૂમિપૂજન સામે વાંધો ઉઠાવનારા સામ્યવાદી નેતાઓ અને અસદુદ્દીન ઓવૈસીને પણ આમંત્રિત કરું છું. જેથી તેઓ તેમના પક્ષોની બિનસાંપ્રદાયિક રચના અને ભાઈચારો પ્રત્યેની તેમની વ્યક્તિગત સહનશીલતા દર્શાવી શકે.

શિલાન્યાસ સમારોહ બાદ અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ શરૂ થશે, જેમાં અનેક રાજ્યોના મુખ્ય પ્રધાન, કેન્દ્રીય કેબિનેટ મંત્રી અને આરએસએસના વડા મોહન ભાગવત સહિત અન્ય લોકોનો સમાવેશ થવાની સંભાવના છે.

સુપ્રીમ કોર્ટે ગયા વર્ષે 9 નવેમ્બરના રોજ કેન્દ્ર સરકારને રામ મંદિર નિર્માણ માટે અયોધ્યામાં સ્થળ સોંપવાનો નિર્દેશ આપ્યો હતો.

 નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.