Not Set/ ઉમા ભારતી બોલ્યા- HM અમિત શાહને કોરોના, ભૂમિપૂજનના મહેમાનોની લિસ્ટથી….

ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામ મંદિર ભૂમિ પૂજા માટેની તૈયારીઓ ચાલી રહી છે. 5 ઓગસ્ટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અહીં ભૂમિપૂજન કરશે. પરંતુ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને ભાજપના અન્ય નેતાઓને કોરોના ચપેટમાં આવવાની સાથે ચિંતા વધી ગઈ છે. ભારતીય જનતા પાર્ટીના નેતા ઉમા ભારતીએ પણ ટ્વીટ કર્યું છે કે તે અયોધ્યાના ભૂમિ પૂજન કાર્યક્રમમાં […]

Uncategorized
f461d941788bd3191b71ee978256ebf8 1 ઉમા ભારતી બોલ્યા- HM અમિત શાહને કોરોના, ભૂમિપૂજનના મહેમાનોની લિસ્ટથી....

ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામ મંદિર ભૂમિ પૂજા માટેની તૈયારીઓ ચાલી રહી છે. 5 ઓગસ્ટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અહીં ભૂમિપૂજન કરશે. પરંતુ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને ભાજપના અન્ય નેતાઓને કોરોના ચપેટમાં આવવાની સાથે ચિંતા વધી ગઈ છે. ભારતીય જનતા પાર્ટીના નેતા ઉમા ભારતીએ પણ ટ્વીટ કર્યું છે કે તે અયોધ્યાના ભૂમિ પૂજન કાર્યક્રમમાં તો જશે, પરંતુ મંદિરની જગ્યા પર નહીં પણ સરયુ નદીના કાંઠે રહેશે.

સોમવારે સવારે, ઉમા ભારતીએ ઘણાં ટ્વીટ્સ કર્યા, જેમાં લખ્યું છે કે ગઈકાલથી મેં અમિત શાહ જી અને બીજેપીના અન્ય નેતાઓને કોરોના પોઝિટિવ હોવાનું સાંભળ્યું છે, ત્યારથી હું અયોધ્યામાં મંદિરના શિલાન્યાસમાં હાજર લોકો, ખાસ કરીને વડા પ્રધાન નરેન્દ્ર મોદી માટે ચિંતિત છું. તેથી જ મેં રામજન્મભૂમિ ન્યાસના અધિકારીઓને માહિતી આપી છે કે હું શિલાન્યાસના કાર્યક્રમના શુભ સમયે અયોધ્યામાં સરયુના કાંઠે રહીશ.

uma-a_080320083834.jpg

ભાજપ નેતાએ વધુમાં લખ્યું છે કે હું આજે ભોપાલથી રવાના થઈશ. આવતીકાલે સાંજે અયોધ્યા પહોંચ્યા સુધી હું કોઈ પણ ચેપગ્રસ્ત વ્યક્તિથી મુલાકાત થઇ શકે છે, આવી સ્થિતિમાં ત્યાં પીએમ નરેન્દ્ર મોદી, સેંકડો લોકો ઉપસ્થિત રહેશે આવામાં હું તે સ્થાનથી દૂર રહીશ. આવી સ્થિતિમાં નરેન્દ્ર મોદી ગયા પછી જ હું રામલાલાના દર્શન કરીશ.

નોંધપાત્ર વાત એ છે કે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને કોરોના વાયરસથી ચેપ લાગ્યો હોવાના સમાચાર રવિવારે આવ્યા હતા, તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમના સિવાય કર્ણાટકના મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પા, યુપી ભાજપના પ્રદેશ અધ્યક્ષ, યુપી સરકારના એક પ્રધાન પણ કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. જ્યારે યુપી સરકારમાં પ્રધાન કમલા રાનીનું મોત કોરોનાને કારણે થયું હતું.

આના થોડા દિવસો પહેલા રામ જન્મભૂમિ સંકુલમાં એક પુજારી ઉપરાંત કેટલાક પોલીસકર્મીઓ પણ કોરોના વાયરસની લપેટમાં આવી ગયા હતા. આવી સ્થિતિમાં ત્યારબાદથી ભૂમિ પૂજાને લઈને ચિંતા વધી રહી હતી.

 નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.