Not Set/ #CoronaIndia/ દેશમાં કોરોનાનાં કેસ 18 લાખને પાર, છેલ્લા 24 કલાકમાં નોંધાયા અધધ કેસ

દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 18 લાખને પાર કરી ગઇ છે. સોમવારથી દરરોજ 50 હજારથી વધુ નવા કેસોની પ્રક્રિયા શરૂ થઈ હતી. આરોગ્ય મંત્રાલય દ્વારા તાજેતરનાં આંકડા મુજબ, છેલ્લા 24 કલાકમાં 52,972 નવા કેસ નોંધાયા છે, જ્યારે આ સમયગાળા દરમિયાન 771 લોકોનાં મોત નીપજ્યાં છે. આ સાથે, કુલ ચેપગ્રસ્ત લોકોનો આંકડો વધીને 18,03,695 પર પહોંચી ગયો […]

India

દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 18 લાખને પાર કરી ગઇ છે. સોમવારથી દરરોજ 50 હજારથી વધુ નવા કેસોની પ્રક્રિયા શરૂ થઈ હતી. આરોગ્ય મંત્રાલય દ્વારા તાજેતરનાં આંકડા મુજબ, છેલ્લા 24 કલાકમાં 52,972 નવા કેસ નોંધાયા છે, જ્યારે આ સમયગાળા દરમિયાન 771 લોકોનાં મોત નીપજ્યાં છે.

આ સાથે, કુલ ચેપગ્રસ્ત લોકોનો આંકડો વધીને 18,03,695 પર પહોંચી ગયો છે, જ્યારે કુલ મૃતકોની સંખ્યા 38 હજારને પાર કરી 38,135 પર પહોંચી ગયો છે. આ વાયરસથી ઠીક થતા લોકો વિશે વાત કરીએ તો, આપને જણાવી દઇએ કે સોમવારે આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ, આ ખતરનાક વાયરસથી અત્યાર સુધીમાં 11,86,203 લોકો ઠીક થયા છે. રિકવરી રેટમાં પણ સુધારો થયો છે જે વધીને 65.76 ટકા થયો છે. ચિંતાની વાત છે કે પોઝિટિવિટી રેટ પણ 11 ટકાથી વધીને 13.90 ટકા થયો છે.