Not Set/ HC/ શાળા શરૂ ન થાય ત્યાં સુધી ટ્યુશન ફી સિવાય કોઈપણ પ્રકારની ફી ઉઘરાવી શકાશે નહીં

  ગુજરાત રાજ્યમાં કોરોના વાઇરસનો કહેર સતત વધી રહ્યો છે. ત્યારે કોરોના વાયરસને લઈને રાજ્યમાં હજુ સુધી શાળાઓ શરૂ થી નથી. અને આગામી સમયમાં પણ શાળા ક્યારે શરૂ થશે તે અંગે કોઈ જ માહિતી નથી. પરંતુ ઘણી આ કપરા કાળમાં પણ ઘણી શાળાઓ દ્વારા પોતાની મનમાની કરીને વાલીઓ પાસે ફીની માંગણી કરવામાં આવી રહી છે. […]

Ahmedabad Gujarat
29ca03fc03a9c9f9e2760edefb7048cd HC/ શાળા શરૂ ન થાય ત્યાં સુધી ટ્યુશન ફી સિવાય કોઈપણ પ્રકારની ફી ઉઘરાવી શકાશે નહીં
29ca03fc03a9c9f9e2760edefb7048cd HC/ શાળા શરૂ ન થાય ત્યાં સુધી ટ્યુશન ફી સિવાય કોઈપણ પ્રકારની ફી ઉઘરાવી શકાશે નહીં 

ગુજરાત રાજ્યમાં કોરોના વાઇરસનો કહેર સતત વધી રહ્યો છે. ત્યારે કોરોના વાયરસને લઈને રાજ્યમાં હજુ સુધી શાળાઓ શરૂ થી નથી. અને આગામી સમયમાં પણ શાળા ક્યારે શરૂ થશે તે અંગે કોઈ જ માહિતી નથી.

પરંતુ ઘણી આ કપરા કાળમાં પણ ઘણી શાળાઓ દ્વારા પોતાની મનમાની કરીને વાલીઓ પાસે ફીની માંગણી કરવામાં આવી રહી છે.  તો બીજી બાજુ વાલીઓ પણ લોક ડાઉન થી પરેશાન છે અને ફી આપવાની ના પાડી રહ્યાં છે. ત્યારબાદ આ મામલો હાઈકોર્ટ સુધી પણ પહોંચ્યો હતો.

આ મામલે આજે સુનાવણી કરતા ગુજરાત હાઈકોર્ટે વાલીઓને મોટી રાહત આપી છે. હાઈકોર્ટે કહ્યું કે, કોરોના કાળમાં જ્યાં સુધી શાળા શરૂ ન થાય ત્યાં સુધી ટ્યુશન ફી સિવાય કોઈપણ પ્રકારની ફી ઉઘરાવી શકાશે નહીં. આમ હાઈકોર્ટના આ ચુકાદા બાદ વાલીઓને રાહત મળશે.

નોધનીય છે કે, હાઈકોર્ટે જૂના પરિપત્રને રદ્દ કરીને રાજ્ય સરકારને નવો પરિપત્ર બહાર પાડવાનો આદેશ આપ્યો છે. હાઈકોર્ટે કહ્યું કે, સંચાલકો-વાલીઓના હિતનુ ધ્યાન રાખવામાં આવે. સંચાલકો ફી અંગે સરળ હપ્તાની વ્યવસ્થા કરે અને ટ્યુશન ફી સિવાયની અન્ય ફી સંચાલકો નહિ લઇ શકે.

વધુમાં હાઈકોર્ટે કહ્યું કે, કોરોના કાળમાં જ્યાં સુધી શાળા શરૂ ન થાય ત્યાં સુધી ટ્યુશન ફી સિવાય કોઈપણ પ્રકારની ફી ઉઘરાવી શકાશે નહીં. આમ હાઈકોર્ટના આ ચુકાદા બાદ વાલીઓને રાહત મળશે.

તો બીજી તરફ હાઈકોર્ટના નિર્ણય પર પ્રતિક્રિયા આપતા ગુજરાતના શિક્ષણ મંત્રી ભુપેન્દ્ર સિંહ ચૂડાસમાએ કહ્યુ કે, અમે હાઈકોર્ટના નિર્ણયને આવકારીએ છીએ. તેમણે કહ્યું કે, આ મુદ્દે શાળા સંચાલકો સાથે બેઠક યોજવામાં આવશે. આ બાબતે વાલીઓ અને વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય કરવામાં આવશે. શિક્ષણમંત્રીએ કહ્યું કે, શાળા સંચાલકો પણ વાલીઓના હિતમાં વિચારે તે વિનંતી કરવામાં આવશે.

હવે આ મામલે આગામી દિવસમાં વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે. સરકારના નિર્ણયને સંચાલકોએ હાઈકોર્ટમાં પડકાર્યો હતો. વાલીઓ-સંચાલકોને સાંભળીએ સરકાર કોર્ટમાં નવો પરિપત્ર રજૂ કરી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.