Not Set/ રાહુલ ગાંધી આવ્યા આશા વર્કસ બહેનોની વહારે, ટ્વીટ કરી સરકારને કહી આવી

દેશભરમાં પાછલા લાંબા સમયથી આશા વર્કર બહેનો પોતાની વિવિધ માંગને લઇને આંદાલન અને દાખાવો કરી રહી છે. લાંબા સમયથી આશા વર્કર બહેનો ખાસ તો પોતાનાં વેતનને લઇને સરકાર સમક્ષ દેખાવો કરી રહી છે. જો કે, અલગ વાત છે કે આશા વર્કસનાં લાંબા સમયથી ચાલી રહેલા વિરોધને સરકાર દ્વારા કોઇ પણ પ્રકારની હવા દેવામાં આવી નથી રહી […]

Uncategorized
7179d075e6a1d3eda6eeb0f85b2fd7c7 1 રાહુલ ગાંધી આવ્યા આશા વર્કસ બહેનોની વહારે, ટ્વીટ કરી સરકારને કહી આવી

દેશભરમાં પાછલા લાંબા સમયથી આશા વર્કર બહેનો પોતાની વિવિધ માંગને લઇને આંદાલન અને દાખાવો કરી રહી છે. લાંબા સમયથી આશા વર્કર બહેનો ખાસ તો પોતાનાં વેતનને લઇને સરકાર સમક્ષ દેખાવો કરી રહી છે. જો કે, અલગ વાત છે કે આશા વર્કસનાં લાંબા સમયથી ચાલી રહેલા વિરોધને સરકાર દ્વારા કોઇ પણ પ્રકારની હવા દેવામાં આવી નથી રહી અને કદાચ માટે જ કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ અને વાયનાડનાં કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી આશા વર્કસની વહારે આવ્યા છે. જી હા, રાહુલે આશા વર્કસ બહેના મામલે ટ્વીટ કરી સરકારનો કાન આમળ્યો છે. 

રાહુલ ગાંધી દ્વારા ટ્વીટમાં કહેવામાં આવ્યું છે કે, સરકાર બહેરી તો પહેલાથી જ હતી(કોઇનું કઇ પણ સાંભળવું નહી અને પોતાનું ધાર્યુ જ કરવુ, તે ભાજપ સરકારની લાક્ષણીકતા છે)પરંતુ હવે આંધળી પણ થઇ ગઇ હોય તેવુ લાગી રહ્યું છે. આશા વર્કસ લાંબા સમયથી પોતાની માંગોને લઇને દેખાવો કરી રહી હોય અને સરકાર આ મામલે આંખ આડા કાન અને કાન આડે માથું કરી અનદેખ્યુ કરી રહી હોવાનાં કારણે રાહુલ ગાંધી દ્વારા આ રીતે સરકાર પર નીશાન તાકવામાં આવ્યું છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews