Not Set/ સચિન પાયલોટ જૂથના 12 રાજસ્થાની MLA ગુજરાતમાં હોવાની ચર્ચા, ઉથલપાથલના એંધાણ

રાજસ્થાનના રાજકારણનું ગુજરાત કનેક્શન ફરી એક વાર ગરમાગરમ ચર્ચાનાં રુપે ધણધણ્યું હોવાનું જોવામાં આવી રહ્યું છે. જી હા, રાજસ્થાનનું રાજકીય નાટકીય સંકટ હજુ યથાવત જ છે અને રાજસ્થાન કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ તેમજ પૂર્વ નાયબ મુખ્યમંત્રી સચિન પાયલટ જૂથના છે 12 MLA ગુજરાતમાં હોવાની ચર્ચાએ રાજકીય માહોલમાં ગરમાવો લાવી દીધો છે. સામે આવી રહેલી વિગતો પ્રમાણે સચિન પાયલટ […]

Uncategorized
47a287f5f896e3532dc7c3be44f9d702 1 સચિન પાયલોટ જૂથના 12 રાજસ્થાની MLA ગુજરાતમાં હોવાની ચર્ચા, ઉથલપાથલના એંધાણ

રાજસ્થાનના રાજકારણનું ગુજરાત કનેક્શન ફરી એક વાર ગરમાગરમ ચર્ચાનાં રુપે ધણધણ્યું હોવાનું જોવામાં આવી રહ્યું છે. જી હા, રાજસ્થાનનું રાજકીય નાટકીય સંકટ હજુ યથાવત જ છે અને રાજસ્થાન કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ તેમજ પૂર્વ નાયબ મુખ્યમંત્રી સચિન પાયલટ જૂથના છે 12 MLA ગુજરાતમાં હોવાની ચર્ચાએ રાજકીય માહોલમાં ગરમાવો લાવી દીધો છે. સામે આવી રહેલી વિગતો પ્રમાણે સચિન પાયલટ જૂથના છે 12 MLA ગુજરાતનાં અમદાવાદ નજીક આવેલા બાવળા ખાતેનાં કેન્સવિલે ગોલ્ફ કલબ ખાતે રખાયાની સંભાવના ચર્ચવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પૂર્વે પણ રાજસ્થાનનાં કેટલાક ધારાસભ્યો કચ્છનાં માંડવી ખાતે માંડવી બીચ રિસોર્ટમાં રોકાયા હોવાનું સામે આવ્યું હતું. આપને જણાવી દઇએ કે, જ્યારથી સચિન પાયલટે કોંગ્રેસને ટાટા બાય બાય કર્યું છે, ત્યારથી જ સચિન પાયલટ, તેના મીત્ર જ્યોતિરાદિત્ય સિંઘીયાની જેમ જ તેની જ તર્જ પર ભાજપમાં જોડાશે તેવી અટકળો ચાલી રહી છે.

આપને જણાવી દઇએ કે, આગામી 14 ઓગસ્ટે રાજસ્થાન વિધાનસભા સત્ર મળી રહ્યું છે. સત્ર પહેલા ભાજપ સમર્થિત ધારાસભ્યોને ગુજરાતમાં લાવવામાં આવ્યા હોવાની વાત ચર્ચાઇ રહી છેે. સાથે સાથે સુત્રો દ્વારા જણાવવામાં આવી રહ્યુ છે કે, હજુ પણ વધુ ધારાસભ્યો ગુજરાત આવે તેવી સંભાવના છે. જો કે, આ સમગ્ર મામલા વિશે CM અને પ્રદેશ પ્રમુખ સહિતના કોઇ ગુજરાત ભાજપનાં નેતા મગનું નામ મરી નથી પાડી રહ્યા. 
 

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝની આ ખાસ રજૂઆતના માધ્યમથી……

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews